તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • સિદ્ધપુરમાં મહિલાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુરમાં મહિલાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુરશહેરમાં બ્રાહ્મણીયા પોળમાં રહેતી મહિલાએ ઘરના પ્રથમ માળે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ હતી.

સિદ્ધપુરમાં ખારાપાડાની બારી ખાતે રહેતા વિરલભાઇ બિપીનભાઇ ભટ્ટની પત્ની સેજલબેનને પેટમાં દુ:ખાવો થતો હોવાથી તે રડતી હતી. જેથી વિરલભાઇ તેને રડવા પાછળનું કારણ પૂછતાં તેને અસહ્ય દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. જેથી તેમણે હાલમાં સવારે 8 વાગ્યે કોઇ દવાખાનું ખુલ્લુ નહીં હોય થોડો સમય આરામ કર ત્યાં સુધી પૂજા કરી દવાખાને લઇ જાવું છું તેમ કહ્યુ હતું. ત્યારે સેજલબેન કંઇ પણ જણાવ્યા વગર ઘરના ઉપરના માળે કપડાં લઇ મુકવા માટે ગયા હતા, બાદમાં વિરલભાઇને પૂજા પુર્ણ થતા તેમણે પત્નીને દવાખાને લઇ જવા માટે ઘરમાં સાદ પાડ્યો હતો. પરંતુ સેજલબેનનો કોઇ અવાજ નહિ આવતા તેઓ ઉપરના માળે ગયા હતા ત્યારે સેજલબેને ઘરની છતના હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની સિદ્ધપુર પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી છે.

નેગેટિવ ન્યૂઝ

માત્ર નકારાત્મક સમાચાર, જે તમને જણાવવા જરૂરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો