• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ભારત વિકાસ પરિષદની પોલીયો, ટીબી, કુપોષણનાબૂદી કામગીરીની સરાહના

ભારત વિકાસ પરિષદની પોલીયો, ટીબી, કુપોષણનાબૂદી કામગીરીની સરાહના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શાખાના પ્રમુખ સહિત કારોબારી સભ્યોની નિયુક્તિ કરાઇ

ભારતવિકાસ પરિષદ પાટણ શાખાનો 21માં વર્ષમાં મંગલ પ્રવેશ તેમજ નવીન વર્ષના પ્રમુખ સહિત કારોબારીની સર્વાનુમતે વરણીનો કાર્યક્રમ બાલાજી પાર્ટી પ્લોટ ખાતે સંસદિય સચિવ રણછોડભાઇ દેસાઇની હાજરીમાં યોજાયો હતો.

પ્રસંગે દેસાઇએ ભારત વિકાસ પરીષદ પાટણ શાખાની સેવાકિય પ્રવૃતિઓને બિરદાવતા સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પોલીયો રસી કરણ ટીબી કુપોષણ નાબુદી સ્ત્રીશશક્તિ કરણ જેવી અનેક વિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોચાડી તેમની આંખોમાં હર્ષની લાગણી ઉભી કરવામા સહભાગી બનવા આહવાન કર્યુ હતું. એડવોકેટ દેવદતભાઇ જૈને પણ સેવાકિય પ્રવૃતિઓની સેલ્ફિ બંધ કરી સાચા અર્થમાં સેવાના કાર્યો થકી લોકો ચાહના મેળવવા ટકોર કરી હતી. મહાનુભાવોના વરદ્દ હસ્તે વર્ષ 2017 - 18 ના નવીન પ્રમુખ દિનેશભાઇ બી.પ્રજાપતિ, મંત્રી કેયુરભાઇ જાની, ખજાનચી જીતેન્દ્રભાઇ પટેલ, ઉપપ્રમુખ નેરન્દ્રભાઇ પ્રજાપતિ સહિત વિવિધ કાર્યક્રમોના સંયોજકો કારોબારી સભ્યોની તેમજ ઉત્તર ગુજરાત પ્રાંતના અધિકારીઓની સર્વાનુમતે વરણી કરી કુમકુમ તિલક તેમજ પીન પહેરાવી આવકાર્ય હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કમલ ચંદારાણાએ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...