• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • એમ.ફીલની પ્રવેશ પરીક્ષાના પરિણામમાં ગેરરીતિની બૂ આવતા તપાસની માંગ

એમ.ફીલની પ્રવેશ પરીક્ષાના પરિણામમાં ગેરરીતિની બૂ આવતા તપાસની માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં એમ.ફીલમાં વિદ્યાર્થી પ્રવેશ માટે લેવાયેલ પરીક્ષાનું પરીણામ વેબસાઇટ પર મુકાયા બાદ બીજા દિવસે સુધારીને ફરી પરીણામ મુકાતા પરીણામમાં ગેરરીતી થયાની બૂ આવતા એબીવીપી દ્વારા તપાસ કરીને ફરી પરીક્ષા યોજવા ઉપકુલપતિને રજુઆત કરી હતી.

યુનિવર્સીટીમાં વિવિધ વિષયના એમ.ફીલ પ્રવેશપરીક્ષાના પરીણામ વિદ્યાર્થીના સીટનંબર અને 100માંથી મેળવેલ માકર્સ સાથે મૂકવામાં આવ્યુ હતું.જોકે તેના બીજા દિવસે પરીણામ હટાવી દેવામાં આવ્યુ હતુ અને સુધારો કરી ફરી પરીણામ મૂકવામાં આવ્યુ હતું.

પરંતુ બંન્ને પરીણામો દેખતા ધણી વિસગતતા એબીવીપીના કાર્યકરોને લાગતા પરીક્ષા અને પરીણામમાં મોટાપાયે ગેરરીતીની આશંકા વ્યકત કરાઇ હતી.આ અંગે બુધવારે સંગઠનનાનગરમંત્રી મહેન્દ્રસિહ ચૌહાણ,હિતેન્દ્રરાવ સહિત કાર્યકરો ઉપકુલપતિ ર્ડા.દીપુબા દેવડાને આવેદનપત્ર આપીને પરીક્ષા અને પરીણામમાં કોના દ્વારા ગેરરીતી આચરવામાં આવી છે તેની યોગ્ય તપાસ કરવા અને ગેરરીતી આચરાઇ હોય તો તેમની સામે શિક્ષાત્મક પગલા લેવા રજુઆત કરી હતી.

પ્રેસની ભૂલ થઇ હતી,હવે આન્સર કી પણ મૂકાશે

યુનિ.નામાન્ય પ્રેસ દ્વારા રીઝલ્ટ કોમ્પ્યુટરમાં બનાવવામાં આવ્યુ હતું.જેમાં ભૂલ જણાતા સુધારો કરીને પરિક્ષા સેન્ટર દ્વારા બીજા દિવસે ફરી પરીણામ મૂકાયુ હતું.આ અંગે પ્રેસનો ખુલાસો માંગ્યો છે.આમ છતાં કોઇ વિદ્યાર્થીને લાગે કે તેણે લખેલો જવાબ સાચો હોવા છતાં ખોટો અપાયો છે તો રજુઆત કરી શકે છે.- કોઓર્ડીનેટરર્ડા.ડી.બી.રાઠવા

અન્ય સમાચારો પણ છે...