• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ઉત્તરગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ કારોબારી સભ્યોની નિમણૂં઼કો રદ

ઉત્તરગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ કારોબારી સભ્યોની નિમણૂં઼કો રદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેરકાયદે નિમણૂંકના કથિત આક્ષેપ,રજુઆતોના પગલે રાજ્યપાલના હુકમથી કારોબારી સભ્યોની નિમણૂક તાત્કાલીક અસરથી સ્થગિત

હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ગોદારાની ગુરુવારે ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થાય પહેલા રાજ્યપાલના હુકમથી યુનિવર્સીટી દ્વારા કુલપતિ આર.એલ.ગોદારાના કાર્યકાળ દરમ્યાન સત્તામંડળ કારોબારી સમિતિમાં નિમાયેલ ત્રણ સભ્યોની નિમણૂકને તાત્કાલીક અસરથી સ્થગિત કરી દેવામાં આવતા ઉચ્ચ શિક્ષણ વર્તુણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે ત્રણ સદસ્યોથી ડીન,વિભાગના અધ્યક્ષની રૂએ ઇ.સીમાં થયેલ નિમણુક સામે યુનિના કુલાધિપતિ અને રાજ્યપાલ સુધી રજુઆતો થવા પામી હતી.

યુનિવર્સિટીના સત્તામંડળ કારોબારી સમિતિમાં સદસ્યની ટર્મ ત્રણ વર્ષની હોય છે.જેમાં ર્ડા.એલ.એસ.પટેલ આટર્સ ફેક્લ્ટીના ડીન,ર્ડા.કે.કે.પટેલ કોમર્સના ડીન અને ર્ડા.બી.એ.પ્રજાપતિની વિભાગના એચઓડીની રૂએ કુલપતિ ગોદારાના કાર્યકાળ દરમ્યાન કારોબારી સમીતીમાં નિમણૂક થઇ હતી.

જોકે નિમણૂક કરવામાં નિયમો જળવાયા હોવાના આક્ષેપો સાથે એબીવીપીએ યુનિથી માંડીને રાજ્યસરકાર,ગવર્નર સુધી રજુઆતો કરી હતી.તેમજ અન્ય અરજીઓ પણ ગવર્નર સુધી પહોચી હતી.જેમાં ગવર્નર કાર્યાલયમાંથી કુલપતિની સ્પષ્ટતા માંગવામાં આવી હતી અને પ્રક્રિયા બાદ ગત તા9મીએ રાજભવનથી ત્રણ સભ્યોની નિમણુક સ્થગિત કરવા હુકમ કરવામાં આવ્યો હતો.જેને પગલે બુધવારે યુનિના કા.રજીસ્ટ્રાર ડી.એમ.પટેલ દ્વારા ત્રણેય સભ્યોની ઇ.સી નિમણૂક સ્થગિત કરતો કાર્યાલય આદેશ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ દોઢ વર્ષ પહેલા ઇ.સી માં નિમણૂક થઇ હતી.હજુ ટર્મ ચાલુ હતી ત્યાં રાજભવનના આદેશ બાદ બુધવારે કાર્યવાહી કરાઇ હતી.જોકે અંગે કા.રજીસ્ટ્રાર ર્ડા.ડી.એમ.પટેલે જણાવ્યુ હતું કે, રાજયપાલ સમક્ષ કથિત ગેરકાયદે નિમણુક બાબતે આક્ષેપાત્મક રજુઆતો થયેલ હતી.જે અનુસંધાને રાજભવનથી આદેશ મળતા કાર્યવાહી કરાઇ છે.જેમાં સ્થગિત બાદ આગળની કાર્યવાહી માટે બાબત આવનાર નવા કુલપતિ સમક્ષ મૂકવા સુચવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...