• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ચોમાસું પૂર્ણ થવા છતાં તળાવો ખાલી રહેતા ઉનાળામાં જળસંકટના એંઘાણ

ચોમાસું પૂર્ણ થવા છતાં તળાવો ખાલી રહેતા ઉનાળામાં જળસંકટના એંઘાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાનોમોટા ભાગનો સમય ગાળો પસાર થઇ ચૂકયો છે પરંતુ પાટણ જિલ્લામાં સિઝનનો માત્ર 402 મીમી વરસાદ થયો છે. ધોધમાર વરસાદ પડયો હોવાથી જિલ્લામાં મોટાભાગના ગામ તળાવો, સિંચાઇ તળાવો ,ચેકડેમો અને આડબંધો ખાલીખમ પડ્યા છે. ત્યારે આગામી દિવસોમાં પશુઓને પીવાના પાણી માટે ફાંફાં મારવા પડે તેમજ જળ પ્રકલ્પો આધારીત ખેતીને પણ અસર થશે તેવી સ્થિતી ઉદભવી રહી છે.

પાટણ જિલ્લામાં ચોમાસાનાં ત્રણ માસમાં જૂલાઇથી સપ્ટેમ્બર માસ સુધીમાં કુલ 402 મીલીમીટર જેટલો વરસાદ પડ્યો છે પરંતુ વખતે વરસાદ ખૂબજ ઓછો હોવાથી નદી નાળા ખાલી જેવા છે. જેના કારણે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ગામ તળાવો, ખોખલા ચવેલી ભાટસણ વાઘેલ સરવાલ અને જમણપુરના સિંચાઇ તળાવો તેમજ 154 અનુશ્રવણ તળાવો ,131 આડબંધો તેમજ સાત ચેકડેમોમાં પાણી તળીયા ઝાટક છે. બીજીબાજુ સિંચાઇ તળાવોમાંથી દર વર્ષે ખેડૂતો રવિ સિઝનમાં પાણી લિફટીંગ કરીને 300 હેકટર વિસ્તારમાં ખેતી કરે છે પરંતુ વખતે તળાવોમાં પાણીના અભાવે ખેડૂતોને રવિખેતીમાં સિંચાઇનો લાભ મળી શકે તેમ નથી તેવું સિંચાઇ વિભાગનાં સુત્રોએ જણાવ્યુ હતું.

સિઝનનાં કુલ સરેરાશ વરસાદની ઘટ સર્જાઇ

પાટણજિલ્લામાં વર્ષ 1986 થી 2015 સુધીનો સરેરાશ વરસાદ 584 મીલીમીટર થયેલો છે. પરંતુ વખતે અત્યાર સુધીમાં કુલ 402.78 મીલીમીટર એટલે કે 73.50 ટકા વરસાદ પડ્યો છે. વખતે છેલ્લા 30 વર્ષની સરખામણીએ સરેરાશ 146 મીલીમીટર વરસાદની સરકારી આંકડા મુજબ ઘટ પડી રહિ છે.

અન્ય સમાચારો પણ છે...