• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • જસોમાવ નજીક હાઇવે ઉપર બાઇકની ટકકરે આધેડનું મોત

જસોમાવ નજીક હાઇવે ઉપર બાઇકની ટકકરે આધેડનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારીજ-ચાણસ્માહાઇવે પર જસોમાવ ગામે પાટીયા પાસે બાઇકની ટકકર લાગતાં એક આધેડ શખ્સનું મોત થયુ હતું. ગામ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી. મૃતકના ભાઇએ હારીજ પોલીસ મથકે બાઇક નંબર આધારે તેના ચાલક વિરૂધ્ધ ફરિયાદ આપી છે.

હારીજ તાલુકાના જસોમાવ ગામે પાટીયા પાસે હાઇવે રોડ પસાર થઇ રહેલા જસોમાવ ગામના કાન્તીજી વરવાજી ઠાકોર રામાપીરના દર્શન કરી અંબિકા જીનમાં ચોકીયાત તરીકે નોકરી કરતા હોઇ ત્યાં જઇ રહ્યા હતા ત્યારે મંગળવારે રાત્રે હારીજ ચાણસ્મા વચ્ચે મોટર સાયકલના ચાલકે તેનું મોટર સાયકલ પૂરઝડપે હંકારી કાન્તીજી ઠાકોરને ટકકર મારતાં ગંભીર ઇજાઓ થતાં તેઓનું મોત થયું હતું. ઘટના બાદ બાઇક મૂકીને ચાલક નાસી ગયો હતો. અંગે મૃતકના ભાઇ ગણપતભાઇએ હારિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...