• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ખીજડીયારી સુબાપુરામાં માલધારી સંગઠન દ્વારા ફુડ પેકેટ

ખીજડીયારી સુબાપુરામાં માલધારી સંગઠન દ્વારા ફુડ પેકેટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રનાસુપ્રસિધ્ધ કાગવડ ખોડલધામ ટ્રસ્ટ પરીવાર દ્વારા ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબકાંઠા અને અરવલી જિલ્લામાં વરસેલા મુશળધાર મેઘ વર્ષોને લઇ સર્જાયેલી અતિવૃષ્ટીના કારણે બેધર બનેલા પુર પીડીતોને મદદરૂપ બનવાના શુભ આશ્રયથી પીડીતો માટે જીવન જરૂરી ચિજવસ્તુઓ સીધુ સમાન ફુડ પેકેટો સહિતની સામગ્રી ભરીને 6 ટ્રકો રાજકોટથી પાટણ ખાતે મોકલી આપવામાં આવી છે. અને હજુ પણ 12 જેટલી ટ્રકોમાં જીવન જરૂરી ચિજવસ્તુ પહોચાડાશે તેવું ટ્રસ્ટ પરીવારે જણાવ્યુ હતું.

સૌરાષ્ટ્રાના પ્રસિધ્ધ સેવા કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી નરેશભાઇ પટેલ ધ્વારા રહેલ કરાતા ત્રણ કલાકની અંદરજ 6 જેટલી ટ્રકો ભરીને જીવન જરૂરી ચિજવસ્તુઓ સિધું સમાન ફુટ પેકેટો પાણીના પાઉચો બોટલો ગાદલા ગોદડા રજાઇ ચાદરો શાલ સહિતની સામગ્રી એકત્ર કરી પાટણ ખાતે મોકલી આપવામાં આવી હતી. અને હજુ પણ 12 જેટલી ટ્રકો મારફત જીવન જીરૂરી ચિજવસ્તુ પહોચાડશે.

શંખેશ્વર : તાલુકાના અંતરીયાળ ગામો ખીજડીયારી સુબાપુરામાં પાણી ભરાતા ગામો બેટમાં ફેરવાયા હતા.ત્યારે સુબાપુરા ખાતે માલધારી વિકાસ સંગઠન કન્વીનર સામભાઇ દેસાઇ દ્વારા જ્યારે ખીજડીયારી ગામે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી લાલજીભાઇ દેસાઇએ ટીમ સાથે ગામમાં ઘરે ઘરે ફુટ પેકેટનું વિતરણ કરી ગામના લોકોની સમસ્યા જાણી હતી.

અન્ય સમાચારો પણ છે...