• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • આગામી ચુંટણીમાં કોંગ્રેસ પાટીદાર સમાજને મહત્વ આપશેે : ભરતસિંહ

આગામી ચુંટણીમાં કોંગ્રેસ પાટીદાર સમાજને મહત્વ આપશેે : ભરતસિંહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતકોંગ્રેસ સમીતીના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ શનિવારે સાંજે પાટણના જિલ્લા પંચાયત ,તાલુકા અને નગરપાલીકાના ચુંટાયેલા પ્રમુખો સહીત કોંગ્રેસના વિવિૅધ સંગઠનો સાથે આગામી 2017 ની ચુંટણી બાબતે વિચાર વિમર્શ અંગે બેઠક યોજી હતી. બાદમાં તેઓએ આગામી ચુંટણીમાં પાટીદાર સમાજને મહત્વ આપવામાં આવશે તેવું પત્રકારોને સંબોધતા઼ જણાવ્યુ઼ હતુ઼ં. પાટણની બેઠક પર નિષ્ઠાવાન અને ચરીત્રવાન ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

બનાસકાંઠાના થરા ખાતેથી પાટણ થઇ પસાર થતા પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે નલીયાકાંડથી ગુજરાતમાં પડેલા પ્રત્યાઘાતોને લઇ રવિવારે સાંજેપ્રદેશ કોંગ્રેસ સમીતી દ્વારા દરેક જીલ્લા મથકે માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શીત કરાશે.

પ્રસંગે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, આગેવાનો માલજીભાઇ દેસાઇ,બળવંતસિંહ રાજપૂત, જોધાજી ઠાકોર, ચમનજી ઠાકોર, કેશાજી ઠાકોર, કાનજી દેસાઇ, બાબુભાઇ દેસાઇ, લાલેશ ઠકકર ,અશ્વીન પટેલ, સેજલબેન દેસાઇ, જાગૃતીબેન પટેલ, સહીત અન્યો હાજર રહયા હતા.



અન્ય સમાચારો પણ છે...