તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છતા પુરતા પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોચ્યાં નથી

નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છતા પુરતા પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોચ્યાં નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધો-1 થી 4 ના પ્રજ્ઞા પ્રોજેકટ આધારીત પુરતા પુસ્તકો શાળાઓ સુધી પહોચ્યા નથી

પાટણજિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નવા શૈક્ષણિક શત્ર તો પ્રારંભ થતા પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે પરંતુ રાજ્ય કક્ષાએથી સર્વ શિક્ષા અભિયાન દ્વારા હજુ પુરતુ શૈક્ષણિક સાહિત્યની ફાળવણી કરી હોવાથી મોટા ભાગની પ્રાથમીક શાળામાં ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓ સુધી હજુ અભ્યાસક્રમના પુરતા પુસ્તકો પહોચ્યા હોવાથી નવું શત્ર શરૂ થવા છતા વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત છે.

પાટણ જિલ્લાની 580 પ્રાથમીક શાળાઓમાં અત્યાર સુધી ધોરણ 1 થી 4 ના બાળકોને પ્રજ્ઞા પ્રોજેકટ આધારીત શિક્ષણ આપવામાં આવતું હતું. નવા શૈક્ષણિક શત્રથી વધુ 10 શાળાઓમાં પ્રોજેકટનો સર્વ શિક્ષા અભિયાન દ્વારા ચલાવવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને તેમના માનસીક વિકાસ પ્રમાણે પ્રવૃતિ સાથે શિક્ષણ આપવામાં આવે છે જેમાં ગુજરાત, ગણિત, પર્યાવરણ, અને સપ્તરંગી પ્રવૃતિ ચાર વિષયનો અભ્યાસક્રમ મૂકવામાં આપેલો છે જિલ્લાની 590 શાળાઓમાં પ્રોજેકટ થી શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યુ છે.

શાળાઓમાં નવા શૈક્ષણીક શત્ર શરૂ થયાને એક અઠવાડિયું થયું છે પરંતુ હજુ મોટાભાગની શાળાઓમાં પ્રજ્ઞા પ્રોજેકટને આધારીત અભ્યાસ ક્રમના પુરતા પુસ્તકો પહોચ્યા નથી. જેમાં કારણે સંખ્યા બંધ છાત્રો ગણીત ગુજરાત પર્યાવરણ સપ્તરંગી પ્રવૃતિ જોવા પુસ્તકોથી વંચિત છે.

અંગે સર્વ શિક્ષા અભીયાનના ટીચર ટ્રેનિગ કો ઓડીનેટર રાજેશભાઇ પ્રજાપતીએ જણાવ્યુ હતું કે પ્રોજેકટના અભ્યાસક્રમમાં પુસ્તકો રાજ્ય કક્ષાએથી સર્વ શિક્ષા અભિયાન દ્વારા આપવામાં આવે છે હાલમાં તાલુકા કક્ષાએ સાહિત્ય આવી રહ્યુ છે. કેટલુંક સાહિત્ય આવ્યુ હોવાથી શાળાઓ સુધી પહોંચ્યુ નહિ હોય.

અન્ય સમાચારો પણ છે...