તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • મુળ માલિક પાસેથી લીધેલી રિક્ષાના નંબરમાં છેડછાડ કરી ઓળવી ગયો

મુળ માલિક પાસેથી લીધેલી રિક્ષાના નંબરમાં છેડછાડ કરી ઓળવી ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે શનિવારે પાટણથી ઝડપી લીધો

રાજકોટનારીક્ષા માલિકની રીક્ષા લઇ તેની નંબર પ્લેટમાં ચેડા કરીને ફરતા રીક્ષા ડ્રાઇવરને પાટણ બી ડીવીઝન પોલીસે શંકાના આધારે જીઇબી પીકઅપ સ્ટેન્ડ પાસે ઉભો રાખી પુછપરછ કરતા ચાલક દ્વારા ગલ્લા - તલ્લા કરતા રીક્ષાને પોલીસ મથકે લાવી ડ્રાઇવર સામે કાયદેસરની પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની તપાસ ચલાવી રહેલા હેડ કોન્સ્ટેબલ ભવાનસિંહ જણાવ્યુ હતુ કે રાજકોટના વડવાળી કાલાવડ રોડ ઉપર રહેતા સુરેશભાઇ નામના રીક્ષા માલિકની રીક્ષાના ડ્રાઇવર તરીકે પાટણ જીઇબી હરીપુરા મલના છાપરા વિસ્તારમાં રહેતા કાગસીયા સંજયભાઇ કાન્તીભાઇ રીક્ષા લઇ તા. 4 થી જુનના રોજ પાટણ ખાતે આવી રીક્ષાની નંબર પ્લેટમાં છેકછાક કરી જીજે 01 એજી 370 દર્શાવી ચલાવતો હતો. ત્યારે શનિવારની સાંજે પાટણ બી ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી. ત્યારે જીઇબી પીકઅપ સ્ટેન્ડ આગળ ઉપરોકત રીક્ષાની નંબર પ્લેટમાં છેકા છેકા જણાતા ચાલક સંજયભાઇની પુછપરછ કરતા રીક્ષાના કાગળો નહી હોવાનું ગલ્લા તલ્લા કરતા પોલીસ મથકે લાવી વધુ પુછપરછ કરતા ઉપરોકત સઘળી હકિકત તેણે જણાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...