તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • રાણકીવાવ માર્ગ પર બનાવેલ પાટણ મ્યુઝીયમની જાળવણીની ઉઠેલી બુમ

રાણકીવાવ માર્ગ પર બનાવેલ પાટણ મ્યુઝીયમની જાળવણીની ઉઠેલી બુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનીવલ્ડ હેરીટેજ રાણકીવાવને નિહાળવા દેશ- વિદેશમાંથી પર્યટકો આવી રહ્યા છે. ત્યારે રાણકીવાવ પાસેનું પાટણ મ્યુઝીયમ યોગ્ય જાળવણીના અભાવને લઇ ખંડેર જેવી સ્થિતીમાં મુકાયુ હોવાની પ્રસિતિ થઇ રહી છે.

બાબતે પાટણ મ્યુઝીયમની મુલાકાત લેતા જાણવા મળ્યુ હતુ કે પાટણની રાણકીવાવ નજીક અલભ્ય અને પૈરાણીક પથ્થરોમાંથી આકાર પામેલી મૂર્તિઓની નિયમિત સાફ સફાઇ તેમજ મ્યુઝીયમ અંદર ફિટ કરાયેલા સીસીટીવી કેમેરાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે મ્યુઝીયમની બહાર બનાવેલ બગીચાની યોગ્ય માવજતને લઇ ફુલ ઝાડ મુરઝાઇ ગયા છે તો આજુબાજના વિસ્તારમાં ગંદકીના ઢગમાં ખડકાયેલા જોવા મળી રહ્યા છે. વલ્ડે હેરીટેજ રાણકીવાવની મુલાકાતે આવતા દેશ - વિદેશના પર્યટકો પાટણ મ્યુઝીયમની મુલાકાતે આવતા હોય મોટા ભાગે મ્યુઝીયમના દરવાજા બંધ જોવા મળતા પર્યટકોની મ્યુઝીયમ મુલાકાત થઇ શકતી હોવાનું પણ અમદાવાદથી પરીવાર સાથે મુલાકાતે આવેલ પરીવારે જણાવ્યુ હતું.

આકિશોલોજી ડિપાર્ટમેન્ટ અને પુરાતન વિભાગ દ્વારા પાટણ મ્યુઝીયમ પાસેના બાગ બગીચામાં બાળકો માટેના રમત ગમતના સાધનો ઉભા કરી મ્યુઝીયમ અંદરની પ્રતિમાઓની સફાઇ તેમજ બંધ પડેલા સીસીટીવી કેમેરા તાત્કાલિક ધોરણે ચાલુ કરાવવામાં આવે તેવી પર્યટકોમાં માંગ પ્રબળ બનવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...