તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણની કે.કે.ગર્લ્સમાં કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવા આદેશ

પાટણની કે.કે.ગર્લ્સમાં કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવા આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ ક્રમ શરૂ કરવા માટેની મંજુરી આપવામાં આવી

નવાશૈક્ષણીક શત્રનો પ્રારંભ થતા પાટણ શહેરની કે.કે.ગલ્સ હાઇસ્કુલ ખાતે કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવા માટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં 30 દિવસમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવા માટેની સુચના પણ આપવામાં આવેલી છે.

ભારત સરકાર દ્વારા દેશમાં 50 સ્થળોએ કેન્દ્રીય વિદ્યાલય મંજુર કરવામાં આવી છે તેમાં પાટણનો પણ સમાવેશ થયેલો છે. ત્યારે કેન્દ્રીય વિદ્યાલ બનાવવા માટે પાટણના ચોરમારપુરા નજીક વહિવટી તંત્ર દ્વારા જમીન ફાળવવામાં આવેલી છે.કેન્દ્રીય અધિકારીઓની સાથે સાંસદ દિલીપભાઇ પંડયાએ તે સ્થળનું નિરીક્ષણ પણ કર્યુ હતું. ત્યારે હાલમાં પાટણ શહેરની કે.કે.ગલ્સ હાઇસ્કુલ ખાતે ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ ક્રમ શરૂ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં એક એક વર્ષ શરૂ કરવા માટેની મંજુરી આપવામાં આવી છે. બાદમાં જરૂરીયાત પ્રમાણે આગળનો અભ્યાસક્રમ વધારવામાં આવશે.

અંગે જિલ્લા શિક્ષણ અધિકારી એસ.કે.વ્યાસે જણાવ્યુ હતું. કે પાટણ શહેરમાં કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવા માટેની ફાયનલ મંજુરી આપી દેવામાં આવી છે. જો કે પ્રવેશ માટેની પ્રક્રિયા કચેરી દ્વારા કરવાની થતી નથી. કેન્દ્રીય વિદ્યાલયના આચાર્યની નિમણુંક થયે તેમના દ્વારા પ્રવેશ પ્રક્રિયા કરવાની હોય છે.

અન્ય સમાચારો પણ છે...