તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ઉ.ગુજરાત સમસ્ત મોદી સમાજ વિભાગ દ્વારા પાટણમાં મોદી સમાજ સંમેલન સમાજને એક બનવા આહવાન

ઉ.ગુજરાત સમસ્ત મોદી સમાજ વિભાગ દ્વારા પાટણમાં મોદી સમાજ સંમેલન સમાજને એક બનવા આહવાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ માર્કેડયાર્ડના ખેડુત ભવનમાં મોદી સમાજનું સંમેલન યોજાયું

ભારતનાવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મોદી સમાજને ઓળખ આપી છે ત્યારે ગુજરાત અને રાજસ્થાનના મોદી પરીવારો પણ સમાજિક સંબધોથી સમાજની એકતાની ભાગીદારીમાં સહભાગી બને અને ભારત ભરમાં રહેતો મોદી સમાજ એક જુથ બને તેવા શુભ ઉદ્દેશથી પાટણ માર્કેટયાર્ડના ખેડુત ભવન ખાતે રવિવારના રોજ ઉત્તર ગુજરાત સમસ્ત મોદી સમાજ વિભાગ આયોજિત મોદી સમાજ સંમેલન યોજવામાં આવ્યુ હતું.

સંમેલનમાં અધ્યક્ષપદે રાજસ્થાન શિહોરીના પૂર્વ જિલ્લા અધ્યસ અનારામ બોરાણા લક્ષ્મણનારાણ ભાટીપ્રાલી રમેશજી બોરાણા જોધપુર, રાજેન્દ્રસિંહ બોરાણા, હસમુખભાઇ મોદી, જનકભાઇ ખાંડવાળા, વિનોદભાઇ મોદી હિરલભાઇ મોદી અમદાવાદવાળાઓ સહિત પાટણના ધારાસભ્ય અને સંસદિય સચિવ રણછોડભાઇ દેસાઇ હાજર રહ્યા હતા.

જોધપુરના રાજેન્દ્રસિંહ બોરાણા અને રમેશજી બોરાણાએ પણ પ્રસંગોવિન ઉદ્દબોધન કરી રાજસ્થાન અને ગુજરાતના મોદી સમાજના સમાજિક સંબોધોથી સમાજની એકતાની ભાગીદારીમાં સરભાગી જણાવ્યુ હતું. પ્રસંગે ડો.જયેશ મોદી, મહેશ મોદી, પ્રસાંત મોદી, ભરત ભાટીયા, દશરથભાઇ ભાટીયા , ડો.વિપુલ મોદી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...