તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • શિક્ષણની સાથે હિન્દુ સંસ્કૃતિના સંસ્કાર પણ આપો : દિલીપભાઇ ઠાકોર

શિક્ષણની સાથે હિન્દુ સંસ્કૃતિના સંસ્કાર પણ આપો : દિલીપભાઇ ઠાકોર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં 6000 સાયકલ દિકરીઓને આપાઈ

શંખેશ્વરમાંશનિવારે સવારે કન્યાશાળા તેમજ પી.સી.પ્રજાપ્રતિ વિદ્યાલય ખાતે રાજ્યના મંત્રી દિલીપભાઇ ઠાકોરની અધ્યક્ષતામાં શાળા પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો.

શનિવારે યોજાયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી પ્રસંગે મંત્રી દિલીપભાઇ ઠાકોરે કન્યા શાળામાં લીલીઝંડી આપી કન્યાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે માધ્યમિક સ્કુલ ખાતે ધો-10, 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન તથા ધો- 9 માં અભ્યાસ કરતી દિકરીઓને સાયકલ વિતરણ કરી હતી. જેમાં સંસ્થાના ટ્રસ્ટી મંડળ મામલતદાર, ટીડીઓ વગેેરે ઉપસ્થિતિ રહ્યા હતા. શાળા પ્રવેશોત્સવે મંત્રી દિલીપભાઇ ઠાકોરે જણાવ્યુ હતું કે પાટણ જિલ્લામાં 6000 દિકરીઓને સાયકલ આપવામાં આવી છે. સાત કરોડ છન્નુ લાખ રૂપિયા વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ જમા એડવાન્સ કરી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. ગયા વર્ષ 1 કરોડ 54 લાખ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 7000 બાળકોને નાની મોટી બિમારીની સારવાર કરવામાં આવી હતી. 1300 બાળકોને કીડની બિમારીની સારવાર 1155 બાળકો જન્મજાતથી બહેરાશવાળા હોઇ એક બાળકના 6 લાખ રૂપિયા લેખે તમામ ખર્ચ સરકાર ધ્વારા કરવામાં આવ્યો છે. દિકરીઓ અભ્યાસમાં આગળ આવવા અનુરોધ કરતા જણાવ્યુ કે કોંગ્રેસને જે કહેવું હોય તે કહે પણ અમાર દિકરા- દિકરી ભણ્યાવગર રહીજાય નહિ તે માટે અમારે જે તાયફા કરવા પડે તે અમો કરવા તૈયાર છીએ. બાળકોને શિક્ષણની સાથે હિન્દુ સંસ્કૃતિનું શિક્ષણ પણ આપવું જોઇએ.

પ્રસંગે ભાજપ મહિલા અગ્રણી પુષ્પાબેન ઠાકોર, તાલુકા ડેલીગેટો પ્રમુખો અને શાળાના સ્ટાફ વગેેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...