પાટણ તાલુકાના પ્રા.શાળાના શિક્ષકોની તાલીમ યોજાઇ

પાટણ | શનિવારના નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત પાટણ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોની તાલુકા હેલ્થ...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:25 AM
પાટણ તાલુકાના પ્રા.શાળાના શિક્ષકોની તાલીમ યોજાઇ
પાટણ | શનિવારના નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત પાટણ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોની તાલુકા હેલ્થ કચેરી, પાટણ ખાતે તાલીમ રાખી હતી. તેમાં શાળાના બાળકો વ્યસનથી દૂર રહે અને તેઓ આ સંદેશો પોતાના પરિવારમાં પણ આપે અને ઘરનાં કોઇપણ સભ્ય વ્યસન કરતાં હોય તો તેમને વ્યસનથી થતાં નુકશાન જેવાં કે કેન્સર, હૃદય રોગ, લકવો, અસ્થમા, ટીબી, નપુંસકતા જેવા રોગો વિશે સમજણ આપી તેઓને વ્યસન છોડાવવા માર્ગદર્શન આપ્યું. તાલીમમાં શિક્ષકોને આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર ર્ડા.હાર્દિક પટેલ, નરેશભાઇ પટેલ જિલ્લા વેક્સિનેટર,દિનેશભાઇ પટેલ તાલુકા હેલ્થ સુપરવાઇઝર પાટણ દ્વારા પ્રેઝન્ટેશન થી માર્ગદર્શન આપ્યું હતું.

X
પાટણ તાલુકાના પ્રા.શાળાના શિક્ષકોની તાલીમ યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App