ત્રણ વર્ષથી નાસતો ફરતો દિયોદરનો આરોપી ઝડપાયો

પાટણ | ત્રણ વર્ષથી હારિજ પોલીસ મથક વિસ્તારમાં દારૂના 3 ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા દિયોદરના એક શખસને...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:25 AM
ત્રણ વર્ષથી નાસતો ફરતો દિયોદરનો આરોપી ઝડપાયો
પાટણ | ત્રણ વર્ષથી હારિજ પોલીસ મથક વિસ્તારમાં દારૂના 3 ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા દિયોદરના એક શખસને પાટણ એલ.સી.બી પોલીસે બાતમી આધારે હારિજ ચાર રસ્તા પરથી પકડી પાડ્યો હતો.

પાટણ એલસીબી પોલીસની ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરીમાં હતી. વખતે હારિજ પોલીસ મથકના દારૂના ૩ ગુનામાં ત્રણ વર્ષથી નાસતો દિયોદરનો રણમલ સિંહ હુકમસિંહ રાજપુરોહિત ચોટીલાથી વાયા હારિજ થઈ થરા તરફ જવાનો છે અને હાલ હારિજ ચાર રસ્તા પાસે ઊભો છે તેવી એલસીબી પોલીસને બાતમી મળતા પોલીસની ટીમે ચાર રસ્તા પરથી તેને પકડી લઈ હારિજ પોલીસ મથકે આગળની કાર્યવાહી માટે તેને સોંપ્યો હતો તેવું એલસીબી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.

X
ત્રણ વર્ષથી નાસતો ફરતો દિયોદરનો આરોપી ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App