• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • પાટણના શેરપુરા ગામની યુવતીની હત્યા કરનાર તેનો પ્રેમી પકડાયો

પાટણના શેરપુરા ગામની યુવતીની હત્યા કરનાર તેનો પ્રેમી પકડાયો

DivyaBhaskar News Network

Apr 01, 2018, 04:25 AM IST
પાટણના શેરપુરા ગામની યુવતીની હત્યા કરનાર તેનો પ્રેમી પકડાયો
પાટણ તાલુકાના શેરપુરા વડલી ગામે યુવતીની હત્યા કરનાર તેના પ્રેમીને શનિવારે અનાવાડાથી વડલી ગામ વચ્ચે પસાર થતી સરસ્વતી નદીના વોળામાંથી પાટણ તાલુકા પોલીસે પકડી પાડયો હતો અને હત્યાની ઘટના બાબતે તેની ઉંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી હતી.

શેરપુરા ગામના દિનેશભાઈ ઠાકોરની 18 વર્ષની દીકરી સોનલબેન શુક્રવારે બપોરના અરસામાં ઘઉંનાં ખેતરમાં શૌચક્રિયા માટે ગયેલી હતી. તે મોડે સુધી પરત ન આવતાં તેની માતાએ શોધખોળ કરતાં ખેતરમાં જ તેમની દીકરી સોનલ લોહીથી લથપથ હાલતમાં પડેલી હતી ત્યારે તેમના ગામનો જયેશ ગાડાજી ઠાકોર ખેતરમાંથી ભાગીને જતો હતો. આ મામલે પાટણ તાલુકા પોલીસ મથકે સોનલની માતા નંદાબેન દિનેશજી ઠાકોર પાટણ તાલુકા પોલીસ મથકે જયેશ ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો . જેમાં આ શખસે સોનલને તીક્ષ્ણ હથિયારથી ઘા મારી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યું હોવાનું જણાવ્યું છે જેને પગલે શનિવારે સાંજે પાટણ તાલુકા પી.આઈ એમએલ પરમારે અનાવાડાથી વડલી ગામ વચ્ચે જતી સરસ્વતી નદીના વોળામાંથી જયેશ ઠાકોરને પકડી પાડયો હતો.

અંગે પાટણ તાલુકા પોલીસે જણાવ્યું કે પકડાયેલા જયેશ ઠાકોરની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું છે કે તે યુવતીને પ્રેમ કરતો હતો અને તેના લગ્ન બીજી જગ્યાએ થવાના હતા જેથી યુવતીને તેની સાથે નાસી જવાનું કહ્યું હતું પરંતુ તે સંમત ન થતા તેને છરી મારી હતી અને ત્યારબાદ તે છરી ખેતરમાં ફેંકી દીધી હતી.

X
પાટણના શેરપુરા ગામની યુવતીની હત્યા કરનાર તેનો પ્રેમી પકડાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી