તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • વ્હીપ વિરૂધ્ધ મતદાન કરી બાંધકામ ચેરમેનને હટાવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્હીપ વિરૂધ્ધ મતદાન કરી બાંધકામ ચેરમેનને હટાવાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ મળેલી સામાન્ય સભામાં ચેરમેનની પુન:વરણી કરવા થયેલા મતદાનમાં 41 પૈકી 23 તરફેણમાં,18 મત વિરોધમાં પડ્યા

કોંગ્રેસશાસિત પાટણ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન સામે લેતીદેતીના થયેલા આક્ષેપ બાદ ફેરવરણી કરવાનો મુદ્દો ગુરૂવારે સામાન્યસભામાં રજુ થતા સત્તાધારી કોંગ્રેસના સભ્યો વહેંચાઇ જતા ઉગ્ર ચર્ચાના અંતે મતદાન કરાતાં હાલના ચેરમેનને બદલી નવી વરણી કરવા 41 સદસ્યો પૈકી પાલિકા પ્રમુખ સહિત સત્તાધારી કોંગ્રેસ પાર્ટીના 15 અને વિપક્ષના 8 મળી કુલ 23 સભ્યોની બહુમતિથી ચેરમેન બદલવાનો નિર્ણય લેવાયા બાદ નવા ચેરમેનની વરણી કરાઇ હતી.

બીજી બાજુ નેતાએ નવા ચેરમેનની વરણી કાયદા વિરુધ્ધની હોઇ કાયદેસર કરાશે તેમ જણાવી પ્રમુખ પણ પાર્ટીના વ્હીપ વિરુધ્ધમાં કૃત્ય કરી ભાજપ સાથે મળી ગયાના આક્ષેપ કર્યો હતો.

વોટરવકર્સના ચેરમેન મુમતાઝબાનુ શેખ દ્વારા 16 સદસ્યની સહી સાથે ચેરમેન બદલવા અરજી કરી હોઇ તેમણે સભા પ્રમુખને કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. નેતા એમ.કે.પટેલે જ્યાં સુધી જગ્યા ખાલી પડે ત્યાં સુધી ફેરવરણી થઇ શકે તેમ કહી કામ મુલત્વી રાખવા સુચન કર્યુ હતું. વિપક્ષે મતદાનનો સૂર વહેતો કર્યો છેવટે પ્રમુખ જાગૃતિબેને વોટીંગ કરવા સુચવતા બાંધકામ સમિતીના ચેરમેનને બદલવા 23 સભ્યોએ મતદાનથી સંમતી દર્શાવી હતી જ્યારે 18 સભ્યો અસંમત રહ્યા હતા. દરમ્યાન સદસ્ય મુમતાજબાનુ શેખે બાંધકામ સમિતના નવા ચેરમેનપદે પ્રવિણભાઇ વાણીયાના નામની દરખાસ્ત કરતા તેમણે વરણી જાહેર કરી દીધી હતી. જોકે શાસકપક્ષના નેતા એમ.કે.પટેલ સહિત 15સભ્યો દ્વારા નિમણૂકમાં કોઇ સભ્યનો ટેકો નથી.આ વરણીનો ઠરાવ કરાશે તો આપની વિરુધ્ધ સક્ષમ સત્તાધિશ સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરવા પ્રમુખને લેખિતમાં ટકોર કરાઇ હતી.

સભ્યોની યાદી અન્વયે કાર્યવાહી:પ્રમુખ

બાંધકામચેરમેન ફેરબદલી માટે સભ્યોની યાદી હોઇ કાર્યવાહી કરાઇ છે.જેમાં પ્રવિણભાઇ વાણીયા બાંધકામ ચેરમેન નિમાયા છે.જોકે પાર્ટી વ્હીપ અંગે પૂછતાં તેમણે નો કોમેન્ટ કરીને કંઇ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

મનેપાર્ટી વ્હીપ મળ્યો હતો: લાલેશ ઠક્કર

જોકેબાંધકામ ચેરમેન સામે ફરીયાદ કરનાર શહેર કોંગ્રેસ પ્રમુખ અને પાલિકાના કારોબારી ચેરમેન લાલેશ ઠક્કરને તેમના વલણ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે,પાર્ટીના નિરીક્ષકોનો આદેશ હતો કે 11 નંબરના કામમાં શાસકપક્ષના નેતા કહે તે પ્રમાણે કરવું,મને વ્હીપ મળેલ હતો એટલે તેમના આદેશનું પાલન કરી મેં અસંમતી દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો