તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણની આર્ટસ કોલેજમાં નિશુલ્ક પ્રેરણા કાઉન્સીલીગ સેન્ટરનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણની આર્ટસ કોલેજમાં નિશુલ્ક પ્રેરણા કાઉન્સીલીગ સેન્ટરનો પ્રારંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણમાંનોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલીત આર્ટસ કોલેજમાં સાયકોલોજી ડીપાર્ટમેન્ટ દ્વારા પ્રેરણા કાઉન્સીલીગ અને રીહેબીલીએશન કાયમી સેન્ટરના ગુરુવારે પ્રારંભ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર ર્ડા.જે.એચ.પંચોલીએ જણાવ્યુ હતું કે,સમાજમાં આજે સામુહિત આપઘાતના ગંભીર પ્રશ્નો છે.એમાયે સૌથી વધુ બાળકો ભોગ બને છે. ત્યારે હકારાત્મક અને આત્મવિશ્વાસ કેળવવા છાત્રોએ માર્ગદર્શન આપ્યુ હતું.

પાટણ આર્ટસ કોલેજ ખાતે પ્રેરણા કાઉન્સીલીગ સેન્ટર સવારે 9-30થી બપોરે 12-30 સુધી સોમવારથી શનિવાર સુધી નિયમિત રીતે કાઉન્સીલર સાથે શહેરીજનો અને કેમ્પસના છાત્રો માટે કાર્યરત કરવામાં આવ્યુ છે.આ સેન્ટરના ઉદ્દધાટન પ્રસંગે સંસ્થાના ડાયરેકટરે જણાવ્યુ હતું કે, કેમ્પસમાં 15000 જેટલા છાત્રો અભ્યાસ કરે છે.જેમાં 10ટકા પણ સેન્ટરનો લાભ લેશે તો પ્રેરણાદાયી ઉપયોગી બની રહેશે.સમાજ અને છાત્રોની સમસ્યાઓ દૂર કરવાનો પ્રયાસ કોલેજસ્ટાફે કરી સંસ્થાનું સેન્ટર સ્વપ્ન સાકાર કર્યુ છે.

તેમણે મનોવિજ્ઞાનના છાત્રોને મનોવિજ્ઞાનના સિધ્ધાતો આવડતા હોય પણ તેનો વ્યવહારમાં ઉપયોગ થાય તો તે પોથી માના રીંગળા સમાન બની રહેતા હોય ત્યારે મનોવિજ્ઞાનના સિધ્ધાતોનો ઉપયોગ કરવા સલાહ આપી હતી.જરૂરિયાત પુરી થાય ત્યારે હતાશા અનુભવાય છે, અલગ અલગ પ્રકારના મનોરોગીઓ હોય છે અને તમામ રોગોનું મૂળ માનસીકતા છે. અત્રે સાયકોલોજીના પ્રેરણા કાઉન્સીલગ સેન્ટરના પ્રારંભ પ્રંસગે સંસ્થાના સેક્રેટરી યામીનીબેન દેસાઇ,કોજેલના પ્રિન્સીપાલ ર્ડા.એલ.એસ.પટેલ,વિભાગ અધ્યક્ષ સી.એસ.પટેલ,કાઉન્સીલર વિશ્વાસ પ્રજાપતિએ પ્રેરક ઉદ્દબોદન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો