તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • 100થી વધુ ગામોની પાણી સમસ્યા માટે રૂપેણ નદી પર બે બંધ બાધવા માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

100થી વધુ ગામોની પાણી સમસ્યા માટે રૂપેણ નદી પર બે બંધ બાધવા માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણજિલ્લાના રણકાંઠા નજીકના સમી શંખેશ્વર તાલુકાની પાણી હિન અને ક્ષારયુકત જમીનમાં હવે નર્મદાની નહેર પસાર થઇ રહી છે ત્યારે સમગ્ર વિસ્તારમાં ખેતીમાટેના પાણીની સમસ્યા હલ કરવા માટે રૂપેણ નદીમાં બે સ્થળે બંધ બાંધવામાં આવે તો તેમાં વરસાદી અને નર્મદાના નીર સંગ્રહ કરીને પછાત વિસ્તારમાં 100 જેટલા ગામોમાં ખેતી વિષયક રોજગારીનો પ્રશ્ન કાયમ માટે હલ કરી શકાય છે તેવો જનમત ઉઠી રહયો છે.

સમી શંખેશ્વર વઢીયાર પંથકમાં છેવાડાના ગામોમાં સિંચાઇના પાણીની ખુબજ મુશ્કેલી રહે છે. ઉનાળામાં પીવાના પાણી માટે રઝળપાટ થાય છે. ત્યારે બીજી તરફ રૂપેણ નદીમાં ઉપરવાસમાંથી દર વર્ષે પાણી આવે છે જે સીધું રણમાં સમાઇ જાય છે. હાલે શંખેશ્વરથી 20કીમી દૂર ધનોરા પાસે નદી પર વિશાળ પુલ છે તેમાં નીચે માત્ર દરવાજા મૂકીને આડબંધ કરાય તો પણ પાણી રોકી શકાય અને બહ઼ુચરાજી શંખેશ્વર તાલુકાના ગામોને પાણી મળી શકે.બીજો બંધ છેવાડાના તારાનગર પાસે બાંધવામાં આવે તો શંખેશ્વર અને પાટડી તાલુકાના ગામોને લાભ મળી શકે છે.તેવી રીતે મંકોડીયા ગામ પાસે નીકળતા વહોળામાં હાંસલપુર સીતાપુર બહુચરાજી માનાવાડા ગામના વરસાદી પાણી રોકવા આડબંધ બંધાય તો ત્રણ તાલુકાના 100ઉપરાંત ગામોને પાણીની સમસ્યા હળવી થઇ શકે છે. શંખેશ્વર પાસેનો સાંકડો પુલ પહોળો બનાવવામાં આવે તેવી પણ જરુરીયાત પંચાસરના સરપંચ પ્રહલાદજી ઠાકોર અને અગ્રણી દશરથદાન ગઢવી તેમજ પર્યાવરણ પ્રેમી ડો. કાંતિલાલ બ્રહ્મભટ્ટએ વ્યકત કરી હતી.

રૂપેણ નદી પર બંધ બાધવા માંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો