તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પ્રભારી મંત્રીની પોલીસને ટકોર દારૂની ફરિયાદ ઉઠવી જોઇએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રભારી મંત્રીની પોલીસને ટકોર દારૂની ફરિયાદ ઉઠવી જોઇએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણજિલ્લા સહીત સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા હાલમાં દારૂની બદીને ડામવા માટે કવાયત ચાલી રહી છે અને હવે ઠાકોર સેનાએ રાજકીય દિશા પણ પકડી લીધી છે ત્યારે ભાજપાએ હવે ડેમેજ કંટ્રોલની નીતી અપનાવી હોય તેમ ગુરુવારે પાટણ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી કેશાજી ચૌહાણે તંત્રની સમીક્ષા બેઠકમાં દારૂ અંગેની કોઇ ફરીયાદ ઉઠે તેની કાળજી લેવા પોલીસ વડાને ટકોર કરી હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

રાજ્યમાં ઠાકોર સમાજમાંથી દારૂ દૂર કરાવવા અને સમાજને સંગઠીત કરવાના પ્રયાસો બાદ ક્ષત્રીય ઠાકોર સેનાએ હવે ચુંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપા સરકાર હવે દારૂના મામલાને ડામી દેવાના મૂડમાં જણાઇ છે.તાજેતરમાં મંત્રી દિલીપભાઇ ઠાકોરે રોડા ગામે અલ્પેશ ઠાકોર સામે નીશાન તાકયુ઼ં હતું ત્યારે ગુરૂવારે પાટણ કલેકટર કચેરી ખાતે તંત્રની સમીક્ષા બેઠકમાં નવા પ્રભારી મંત્રી સમક્ષ પોલીસ વડા એ.જી.ચૌહાણે કાયદો વ્યવસ્થા અંગે પ્રેઝન્ટેશન કર્યું હતું તે વખતે પ્રભારીમંત્રીએ તેઓને દારૂની કોઇ ફરીયાદ ઉઠે તેની તકેદારી રાખવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો