તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણની સરકારી કચેરીના કંટ્રોલરૂમમાં અપગ્રેડ કરેલી મશીનરી ઇન્સ્ટોલ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણની સરકારી કચેરીના કંટ્રોલરૂમમાં અપગ્રેડ કરેલી મશીનરી ઇન્સ્ટોલ કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણજિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં જીસ્વાન ઇન્ટરનેટની સ્પીડ નહી મળતાં કારણે સરકારી કામગીરી ખોરંભે પડતી હોઇ લોકોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે ત્યારે તમામ સરકારી કચેરીઓમાં જીસ્વાન સ્પીડમાં વધારો થાય તે માટે કલેકટર કચેરી ખાતે આવેલા જીસ્વાન કંટ્રોલ રૂમમાં આગામી દિવસોમાં અપગ્રેડ કરેલ નવી મશીનરીનું ઇન્સ્ટોલેશન કરવામાં આવનાર છે.તેનાથી સ્પીડમાં નોંધપાત્ર વધારો થશે.

જિલ્લામાં આવેલ કલેકટર કચેરી, પોલીસ અધિક્ષક કચેરી,જિલ્લા પંચાયત, મામલતદાર કચેરીઓ,તાલુકા પંચાયતો,જિલ્લા ગ્રામવિકાસ એજન્સી, પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહીત જિલ્લા તાલુકા કક્ષાની તમામ સરકારી કચેરીઓમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ વાઇડ એરીયા નેટવર્ક મારફતે ઇન્ટરનેટની સેવાઓપૂરી પાડવામાં આવે છે પરંતું કચેરીઓમાં નેટ સ્પીડ ધીમી મળતી હોઇ કચેરીની કામગીરીમાં રોજેરોજ અસર થતી રહી છે.

જોકે જીસ્વાન કંટ્રોલરૂમ ખાતે નવા રાઉટર,યુપીએસ, બેટરી સહીતની સામગ્રીનું ઇન્સ્ટોલેશન કરવામાં આવનાર હોઇ હાલમાં ઇન્ટરનેટની સ્પીડ 34 એમબીપીએસ મળે છે જે નવી સામગ્રી ફીટ થયે 250 એમબીપીએસ મળતી જઇ જશે અને જીસ્વાન નેટવર્કની સ્પીડની સમસ્યા હલ થઇ જશે જેના લીધે કચેરીઓની કામગીરી જડપી થઇ જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતુ઼ં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો