• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ જિલ્લામાં 1836 પૂરપીડિતોને બચાવી સલામત સ્થળે ખસેડાયા

પાટણ જિલ્લામાં 1836 પૂરપીડિતોને બચાવી સલામત સ્થળે ખસેડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંડીતૂર બનેલી બનાસમાં પાણીનો પ્રવાહ બુધવારે ઘટવા છતાં સરહદી રાધનપુર સાંતલપુર સમીના ગામોમાં બચાવ માટે આર્મી અને એનડીઆરએફની વધુ ટુકડીઓની મદદ લેવાઇ હતી જોકે પાણીના પ્રવાહમાં કામગીરી વિકટ બની હતી. ગામો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું. દરમ્યાન બચાવ માટે ગયેલી એસઆરપીની ટીમ ગોખાંતર ગામે ફસાઇ ગઇ હતી જેને બુધવારે એનડીઆરએફ દ્વારા બહાર કાઢવામાં આવી હતી જ્યારે આર્મીની ટુકડી ગોચનાદ ગામે ગયા પછી રસ્તાઓના અંતરાયના કારણે જે તે ગામોએ કલાકો સુધી પહોંચી શકી હોતી. બુધવારે 1837 લોકોને બચાવ લેવાયાનું તંત્રએ જાહેર કર્યું હતું.

જિલ્લા તંત્ર દ્વારા પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા મંગળવારે આર્મી માટે દરખાસ્ત કરાઇ હતી જે મુજબ બુધવારે ધ્રાંગધ્રા ખાતેથી આર્મીની એક ટુકડી સવારે આવી પહોંચી હતી જેને બાસ્પા ખાતે મોકલી દેવાઇ હતી. કચ્છથી આવેલ બીજી ટુકડીને રાધનપુર સાંતલપુર વિસ્તારમાં હતી. કચ્છથી આવેલ બીએસએફની ટુકડીએ મસાલીમાં અોપરેશન શરૂ કર્યુ઼ હતું.એનડીઆરએફની બે ટીમો રાધનપુર અને સાંતલપુર તાલુકામાં મોકલવામાં આવી હતી. ગઇકાલે એસઆરપી અને પોલીસની ટુકડી ગોખાંતર ગામે ફસાયેલા લોકોને બચાવવા જતા પાણીના વધેલા પ્રવાહમાં તેઓ અટવાયા હતા જેઓને અેનડીઆરએફની ટીમે બુધવારે બપોરે બોટ મારફતે બહાર લાવ્યા હતા.ફસાયેલા લોકોને પણ બચાવી લેવાયા હતા.

એનડીઅારએફની 35 જવાનોની ટીમ દાદર શેરપુ઼રા ગુંદરીયાપુરામાં મોકલવામાં આવી હતી. જ્યારે બીજી ટીમ ખરચરીયા જયરામનગર રણાવાડા ગોઢ ઠીકરીયા ટીંબા સમશેરપુરા જ્યારે આર્મીની 66 જવાનોની ટૂકડીને ગોચનાદ, સુખપુરા ,અદગામ ,અમરાપુર ,અમરાપુર પાટી, રામપુરા અને બાબરી ગામો માટે મોકલવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...