તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણની મહિલાઓનો બાયોમેડિકલ વેસ્ટ મામલે હોસ્પિટલમાં હોબાળો

પાટણની મહિલાઓનો બાયોમેડિકલ વેસ્ટ મામલે હોસ્પિટલમાં હોબાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રહીશોનો બળાપો : સોસાયટીના નાકે 6-6 મહિનાથી કચરો નાખતા આરોગ્ય સામે જોખમ

મારી હોસ્પિટલનો કચરો નથી,નવરાત્રીનો ફાળો આપતાં તમાશો કર્યો : તબીબનો બચાવ

ભગવતીનગરની મહિલાઓએ ર્ડા. ભદ્રેશ પંચીવાલા હોસ્પિટલ ગજવી

પાટણબસ સ્ટેશન નજીક આવેલી ગાયનેક હોસ્પિટલનો કચરો ભગવતીનગર સોસાયટી આગળ છેલ્લા મહિનાથી ઠલવાતાં આરોગ્ય જોખમાવાની ભીતિ સાથે મહિલાઓએ બુધવારે આક્રોશભેર હોસ્પિટલમાં જઇને ર્ડાકટર સામે રોષ વ્યક્ત કર્યો હતો. જ્યાં કચરામાં બાયોમેડિકલ વેસ્ટ પણ જોવા મળ્યો હતો, જેને લઇ હોબાળો મચી ગયો હતો. જોકે, ર્ડાકટરે તેમની હોસ્પિટલનો કચરો હોવાનું તેમજ નવરાત્રી માટે ફાળો આપતાં તમાશો કરાય છે તેમ જણાવી હાથ અધ્ધર કર્યા હતા.

ભગવતીનગર સોસાયટી આગળ બપોરે 12.30 વાગે મહિલાઓ એકઠી થઇ હતી અને સોસાયટીના નાકા આગળ ર્ડા. ભદ્રેશ પંચીવાલાની બ્લેસીંગ વુમન્સ હોસ્પિટલ પાસે પાટાપીંડી, મેડિકલ વેસ્ટ બોટલ, પ્લાસ્ટીક સહિતનો દુર્ગંધયુક્ત કચરો પડેલો હોઇ મહિલા વૃંદ હોસ્પિટલમાં ધસી ગયું હતું અને ર્ડા.ભદ્રેશ પંચીવાલા સામે સોસાયટી આગળ કચરા નાખવા બાબતે આક્રોશ ઠાલવ્યો હતો. જેમાં મીનાબેન મોદી, જૈમિનીબેન પટેલ વગેરેએ છેલ્લા મહિનાથી સોસાયટીના નાકા પાસે દવાખાનાનો કચરો ઠલવાતો હોઇ ગંદકી અને આરોગ્ય જોખમાય છે. વારંવાર કહેવા છતાં ધ્યાન અપાતું નથી. સોસાયટીમાં અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાય છે. આજે સવારે કહેવા છતાં 11.30 વાગ્યા સુધી નિકાલ થતાં રહીશો કહેવા જતાં ઉધ્ધતાઇભર્યા જવાબો મળ્યા હતા તેવો આક્રોશ ઠાલવ્યો હતો.

જોકે, ર્ડા.ભદ્રેશ જે. પંચીવાલાએ મહિલાઓના આક્ષેપોને વખોડી કાઢ્યા હતા અને જણાવ્યું કે, બે દિવસ પહેલાં સોસાયટીના લોકો નવરાત્રી ફાળા માટે આવેલા, જેમને મેં ના પાડી હતી. અમારે બિલ્ડર સાથે ભાડા કરાર થયા મુજબ સોસાયટીમાં મારે કંઇ આપવાનું રહેતું નથી. ફાળાની ના પાડતાં કચરાનો આક્ષેપ કરી રહી છે. હોસ્પિટલનો કચરો ડસ્ટબિનમાં નિકાલ કરાય છે. છતાં આજે બે વખત મહિલા સફાઇ કામદારને મોકલ્યા પણ દેખાડો કરવા તેમણે કચરો લેવા દીધો હતો.

બસ સ્ટેશન પાસે ગાયનેક હોસ્પિટલનો કચરો ભગવતીનગર સોસાયટી આગળ ઠલવાય છે.

અન્ય સમાચારો પણ છે...