તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ.માં એસટી, એસટી સેલ રચના આયોગ સમક્ષ રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીનીબુધવારે મુલાકાત લેતા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દિલ્હીના સદસ્ય રાજુ પરમાર સમક્ષ યુનિવર્સિટીમાં એસસી,એસટી સેલની રચના કરાઇ હોવાની તેમજ એસસીના છાત્રાને મળવાપાત્ર શિષ્યવૃત્તિમાં વિસંગતતા અંગે રજૂઆત થઇ હતી.

યુનિવર્સિટી ખાતે આયોગના સદસ્ય રાજુભાઇ પરમારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ગુજરાત એસસી એસટી અધ્યાપક મંડળના મહામંત્રી રાજેન્દ્ર જાદવ સહિત અધ્યાપકોએ યુનિ.ના સત્તામંડળ કારોબારી, સેનેટમાં અનુસૂચિત જાતિ જનજાતિને પ્રતિનિધિત્વ મળતુ હોવાના પ્રશ્નો રજૂ કર્યા હતા. ર્ડા.કોકીલાબેને અંગે ઇસીના સ્ટેચ્યુટમાં જોગવાઇ કરી વિધાનસભા એક્ટમાં સુધારો કરાવવા સદસ્યને સૂચન કર્યુ હતું. બેઠકમાં પૂર્વ સાંસદ મહેશ કનોડીયાને ડી.લીટની માનદ પદવી આપવા યુનિ.માં ઠરાવ પછી પણ અમલીકરણનો અભાવ, 11 માસ કરાર આધારિત ભરતીમાં ટીચિંગની જગ્યાઓ એસસી, એસટી માટે અનામત રાખવા, એડમિશનમાં ખાલી જગ્યાઓ પરસ્પર તબદીલ કરવી, આઉટ સોર્સિગથી 10 કરતાં વધુ વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવા રજૂઆતો થઇ હતી.

આયોગના સદસ્ય રાજુભાઇ પરમારે જણાવ્યુ કે, એસસી, એસટી સેલની રચના લાયઝન અધિકારી, ફરિયાદ રજીસ્ટર અને રોસ્ટર રજીસ્ટરના મહત્વના પ્રશ્નો આવ્યા છે, જે અંગે યુનિ.ના અધિકારીઓ સાથે પરામર્શ કરીને રિવ્યુ કરાશે.

અનુ.જાતિ છાત્રોની શિષ્યવૃત્તિમાં વિસંગતતા

અન્ય સમાચારો પણ છે...