તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ચાણસ્મા તા.ના ચાર ગામોમાં વિદ્યાપીઠના છાત્રોની પદયાત્રા

ચાણસ્મા તા.ના ચાર ગામોમાં વિદ્યાપીઠના છાત્રોની પદયાત્રા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2જીઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે દર વર્ષે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ચાર દિવસની પદયાત્રાનું આયોજન કરાય છે. જેમાં બુધવારથી ચાણસ્મા તાલુકાના પીંપળ ગામથી પ્રા.અશોક પરમારના માર્ગદર્શન હેઠળ સાત છાત્રોની પદયાત્રા શરૂ થઇ હતી. યાત્રા ગુરુવારે રણાસર, શુક્રવારે કેશણી અને શનિવારે ઝીલીયા ગામની મુલાકાત લેશે. વિદ્યાપીઠની ટીમ દ્વારા પદયાત્રા દ્વારા સ્વચ્છતા, વ્યસનમુક્તિ, બેટી બચાવો, જળ બચાવો, પર્યાવરણ બચાવો જેવી સમસ્યાઓ પર શેરીનાટક, એકપાત્રિય અભિનય, રેલી વગેરે યોજાઇ રહ્યું છે. વિદ્યાર્થીઓ ગ્રામ્યજીવનથી પરિચિત થાય તેવા હેતુથી પદયાત્રા પ્રવાસ યોજાયો છે.

અન્ય સમાચારો પણ છે...