• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • તુ મને ગમતી નથી તેમ કહિને પતિએ પત્નીને માર માર્યો

તુ મને ગમતી નથી તેમ કહિને પતિએ પત્નીને માર માર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્વપુરનજીક આવેલા ગ્રીનપાર્ક સોસાયટી પરણીત મહિલાને તેના પતિએ શારીરીક માનસિક ત્રાસ આપી કહેલ કે તુ મને ગમતી નથી. તે કહિને માર માર્યો હતો. ત્યારે મહિલાએ પતિ ત્રાસથી કાકોશી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

સિદ્વપુર નજીક ઉમરૂ ચોકડી નહાર હોટલની સામે ગ્રીનપાર્ક સોસાયટી ખાતે રહેતી ગુલશનબાનુ મહંમદશા સામદાર તેનો પતિ શખસ સામદાર મહંમદશા અહમદશાને શખ્સ સામદાર મહેમુદબેન અહેમદશા બચુશ ચઢામણીથી મહિલાને શારીરીક માનસિક ત્રાસ આપી તુ મને ગમતી નથી મારે બીજી પત્ની લાવવી છે તેમ કહેતાં મહિલાએ કહેલ કે મે તમારી સાથે કોઇ જાતનો ખોટો વ્યવહાર કરેલ નથી. તેમ કહેતા તેના પતિએ લાકડી માથાના ભાગે બરડામાં ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંગે મહિલાએ કાકોશી પોલીસ મથકે બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી.