તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સમયસર સારવાર મળતા આબાદ બચાવ, પઠાણી ઉધરાણી કરનારા સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ

સમયસર સારવાર મળતા આબાદ બચાવ, પઠાણી ઉધરાણી કરનારા સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરના તિરૂપતિ માર્કેટના નાકે ઓટો પાર્ટસની દુકાન ધરાવતા વેપારીએ જરૂરતના સમયે વ્યાજે લીધેલા નાણા પરત નહી કરતા વ્યાજખોરો ધ્વારા અવાર- નવાર પઢાણી ઉઘરાણી સાથે દુકાન નામે કરી આપવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી અપાતા વેપારીએ બુધવારના રોજ પોતાની દુકાનમાં ફીનાઇલ ગટગટાવી આત્માહત્યાની કોશિષ કરી હોવાનીએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવા પામી છે.

બનાવની પોલીસ સુત્રો તરફથી મળતી હકિકત મુજબ પાટણ શહેરના રાજવી ફલેટમાં રહેતા અને બગવાડા પાસેના તિરૂપતિ માર્કેટના નાકે નિશા ઓટો પાર્ટસની દુકાન ધરાવતા શાહ કમલેશ મહેન્દ્રભાઇએ જરૂરીયાતના સમયે ચાણસ્માના રાજુભાઇ બેકર અને અમદાવાદ મકરબા ખાતે રહેતા ર્ડા. રાજેશ એમ.શાહ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા જેને લઇ અવાર નવાર ઉધરાણી કરાતી હોય બુધવારના રોજ કમલેશ શાહને મોબાઇલ કરી રાજુભાઇ બેકર અને ર્ડા.રાજેશ શાહ ધ્વારા પૈસાની ઉધરાણી કરી દુકાન નામે કરી લેવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી અપાતા કમલેશ શાહે પોતાની દુકાનમાંજ ફિનાઇલની બોટલ ગટગટાવી લીધી હતી. બનાવની જાણ 108 ને કરાતા તાત્કાલિક તેઓને ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાતા તેઓનો બચાવ થવા પામ્યો હતો. બાબતે કમલેશ શાહે પાટણ ડિવિઝન પોલીસ મથકે ચાણસ્માના રાજુભાઇ બેકર અને અમદાવાદ મકરબા ખાતે રહેતા ર્ડા.રાજેશ એમ. શાહ વિરૂધ્ધમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ મહિલા પીએસઆઇ બી.જે.કડછા હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...