તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ માર્કેટયાર્ડના વેપારીઓએ હડતાલ વધુ ત્રણ દિવસ લંબાવી

પાટણ માર્કેટયાર્ડના વેપારીઓએ હડતાલ વધુ ત્રણ દિવસ લંબાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટીનાંવિરોધમાં પાટણ માર્કેટયાર્ડના વેપારીઓએ વધુ ત્રણ દિવસ હડતાલ લંબાવીને સોમવારે ફરીથી કારોબારીની મીટીંગ કરીને નિર્ણય કરવાનું નક્કી કર્યુ છે.

જીએસટીના અમલથી વેપારીઓને વિવિધ નિયમોના કારણે અડચણો ઉભી થઇ રહી હોવાથી વિવિધ માર્કેટયાર્ડોમાં તેમના સમર્થનમાં પાટણ માર્કેટયાર્ડના વેપારીઓ પણ છેલ્લા દશ દિવસથી વધુ સમયથી હડતાલ પર ઉતરી ગયા છે. ત્યારે હવે માર્કેટયાર્ડમાં ખરીદી શરૂ કરી કે કેમ તેના નિર્ણય માટે ગુરુવારે પાટણ માર્કેટયાર્ડ ખાતે વેપારી એશોશિયશનની હડતાલ યથાવત્ રાખી છે. અને સોમવારે ફરીથી બેઠક કરીને નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

અંગે વેપારી એશોશિયેશનનાં પ્રમુખ હર્ષદભાઈ પટેલે જણાવ્યુ હતું કે ઉંઝા અને સૌરાષ્ટ્ર સહિતના વેપારી અગ્રણીઓ સેલટેકસ કમિશનર અને સરકારના નેતાઓને મળ્યા હતા. તેમણે બે દિવસમાં વેપારીઓને જીએસટીમાં થતી અડચણો દુર કરવા માટેનું આશ્વાસન આપ્યું છેે. તેવું જાણવા મળ્યું છે. સોમવારની મીટીંગમાં હડતાલ સમેટવી કે કેમ તેનો નિર્ણય લઇશું.

અન્ય સમાચારો પણ છે...