તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ APMCની ચુંટણીમાં ભાજપી દિગ્ગજોના ફોર્મ રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીમાં ડીરેકટરોની 14 બેઠકો માટે 26 જુલાઇએ યોજાનાર ચુંટણીમાટે ભરાયેલા 41 ઉમેદવારી ફોર્મની ચકાસણી ગુરૂવારે હાથ ધરાતાં તાલુકા ભાજપ પ્રમુખ સ્નેહલ પટેલ અને વેપારી એસો.પ્રમુખ હર્ષદ પટેલ સહીત અન્ય આગેવાનોના ફોર્મ રદ થતાં ભાજપના બે જુથો વચ્ચે ભારે આક્ષેપબાજી થતાં મામલો ગરમાગરમ બની ગયો હતો.હોબાળામાં આગેવાનોએ ચુંટણી અધિકારી સામે પણ બળાપો ઠાલવ્યો હતો.

પાટણ માર્કેેટયાર્ડ ખાતે ગુરૂવારે ચુ઼ટણી માટે ભરાયેલા 41 ફોર્મની ચકાસણી ચુંટણી અધીકારી અને જિલ્લા રજિસ્ટ્રાર એન.અેમ.જોષીની અધ્યક્ષતામાં હાથ ધરાઇ હતી. જેમાં 28 ફોર્મ મંજુર થયા હતા અને 12નામંજુર થયા હતા જેમાં ખેડુત વિભાગના આઠ, વેપારી વિભાગના ચાર ફોર્મ રદ થયા હતા. ખેડુત વિભાગમાં ભાજપના પ્રગતીશીલ પેનલના તાલુકા ભાજપ પ્રમુખ સ્નેહલ પટેલ, ભાજપ કિસાન મોરચાના પુર્વ પ્રદેશ મહામંત્રી લાલુભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી રીન્કુભાઇ પટેલ, જિલ્લા કારોબારી સભ્ય મંગાજી ઠાકોર, સહીત 8 ફોર્મ રદ થઇ જતાં સ્નેહલ પટેલ અને ભાજપના હરીફ જુથના તાલુકા સંઘના ચેરમેન દશરથભાઇ પટેલ વચ્ચે ભારે ગરમાગરમ આક્ષેપબાજી ચાલી હતી .મંગાજી અને કમલીવાડાના ડાહ્યાભાઇ પટેલ પણ સામસામા આવી જતાં જેને લઇ ભારે હોબાળો મચી જતાં વેપારીઓ અને કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા જેઓને સિકયોરીટીએ બહાર કાઢવા પડયા હતા. જોકે મોડે સુધી દસ્તાવેજોની ચકાસણી ચાલુ હોઇ રદ થયેલાની સુચીમાં ફેરફારને અવકાશ હોવાની સ્પષ્ટતા ચુ઼ટણી અધિકારીએ કરી હતી.

રદ થયેલ ઉમેદવારી પત્રો

14 બેઠકો માટે ભરાયેલ 41 પૈકી 12 ફોર્મ રદ થયા , 1 પરત ખેચાયું

વિભાગ ભરાયેલ મંજુર રદ

ખેડુત20 12 8

વેપારી 17 13 4 ખરીદ વેચાણ 4 3 1 પરતખેચાયુ

કુલ41 28 13

વેપારી વિભાગ

-પટેલહર્ષદકુમાર કેશવલાલ

-પટેલ રજનીકાંત શંકરલાલ

-પટેલ જ્યોતિન્દ્રભાઇ શંકરલાલ

-ઠકકર કાન્તીલાલ રઘુરામ

ખેડુતવિભાગ

-ઠાકોરમંગાજી ગલાબજી

-ઠાકોર ઘુમરાજી કાનાજી

-પટેલ લાલુભાઇ અમથાભાઇ

-પટેલ રાજેન્દ્રભાઇ જ્યંતિલાલ

-પટેલ સ્નેહલ ભાઇ રેવાભાઇ

-દેસાઇ જયરામ કરમસીભાઇ

-મોમીન ઝુલ્ફીકાર યુસુફભાઇ

-પટેલ મનુભાઇ મોહનભાઇ

પરતખેચાયું

ખરીદવેચાણ વિભાગ

પટેલ સેવંતિલાલ માનાભાઇ

ભાજપના બે જુથના આગેવાનો વચ્ચે તસખી નોંખઝોખથી હોબાળો.

ભગવાનથી ડરો, ખોટું કરો

સ્નેહલપટેલે આક્રમક સુરે જણાવ્યું કે સાહેબ એક તરફી નિર્ણય લ્યો. મેં તમામ દસ્તાવેજો આપ્યા છે. ન્યાય આપો. અમારૂ ફોર્મ રદ થાય તે વ્યાજબી નથી. કંઇ પણ ખોટુ ના કરો. ભગવાનથી ડરો. ફોર્મ ભરવા માટે આપો તો ચોપડીઓ વાંચીને આપો. કાયદામાં હોય તેમ થાય. મને ઉધા કાન પકડાવો. મને બધી ખબર છે. અમે તો આમે પણ નથી જીતવાના. પણ એક વાત થઇ કે તમારે ડરવું પડ્યું. કાંતો અંડર કરંટ હોવો જોઇએ. એટલે તમારે ખોટા ધંધા કરવા પડ્યા. જોકે આક્ષેપોનો જવાબ આપતા઼ દશરથભાઇ પટેલે જણાવ્યું કે અમે કોઇ ખોટા ધંધા નથી કર્યા. કાયદાની રીતે બધી કાર્યવાહી થઇ રહી છે.

તાલુકા ભાજપ પ્રમુખ સ્નેહલ પટેલ અને વેપારી એસોશિયેશનના પ્રમુખ હર્ષદ પટેલ સહીત અન્ય આગેવાનોના ફોર્મ રદ થતાં ભાજપના બે જુથો વચ્ચે ભારે આક્ષેપબાજી થતાં મામલો ગરમાયો હતો

ચકાસણી સમયે ફોર્મ રદ થતાં ભાજપના બે જુથના આગેવાનો વચ્ચે તસખી નોંખઝોખથી હોબાળો

અન્ય સમાચારો પણ છે...