તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ કમીટીની બેઠક મળી

પાટણ નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ કમીટીની બેઠક મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
75 માંથી 72 જેટલી બાંધકામની રજા ચિઠ્ઠીને મંજુરી

પાટણનગર પાલિકાની વિવિધ શાખાના નવિન નિયુકત કરાયેલા ચેરમેન સભ્યોની વરણી બાદ ગુરૂવારના રોજ પ્રથમ વખત ટાઉન પ્લાનીંગ કમીટીની બેઠક પાલિકાના સભાખંડ ખાતે મળી હતી. જેમાં ધણા સમયથી આવેલી બાંધકામની રજા ચિઠ્ઠીઓ બાબતે વિચાર વિર્મશ કરવામાં આવેલ હતો.

પાલિકાના સભાખંડ ખાતે ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેન લાલેશ ઠકકરની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ બેઠકમાં ધણા સમયથી પાલિકા ખાતે આવેલી બાંધકામની 75 જેટલી રજા ચિઠ્ઠી બાબતે ચર્ચા વિચારણા કરી 72 જેટલી રજા ચિઠ્ઠીઓને બાંધકામની મંજુરી અર્થે માન્ય રાખવાનો નિર્ણય કરાયો હતો. જયારે 3 જેટલી બાદકામની રજા ચિઠ્ઠી બાબતે સ્થળ તપાસ કરી નિર્ણય લેવા સારૂ પેન્ડીંગ રાખવામાં આવી હતી.

બેઠકમાં ચિફઓફિસર આર.એચ.પટેલ ટાઉન પ્લાનીંગ કમીટીના મનિષાબેન ઠકકર ધેમરભાઇ દેસાઇ, ભવાનજી ઠાકોર, ટાઉન પ્લાનીંગ શાખાના ભગાભાઇ પટેલ, દિનેશભાઇ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...