તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણના 32 વિસ્તારોમાં પાણીની નવી પાઇપ લાઇનો નંખાશે

પાટણના 32 વિસ્તારોમાં પાણીની નવી પાઇપ લાઇનો નંખાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનગરપાલિકા દ્વારા વિકેન્દ્રીત જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી રૂ.25 લાખ બજેટ શહેરના 32 જેટલા વિસ્તારોમાં નવીન પાણીની પાઇપ લાઇનની કામગીરી પાછળ ફાળવવામાં આવ્યું છે, જે કામો ટૂંકમાં શરૂ કરાનાર હોવાનું વોટર વર્કસ શાખાના અધિકારી જે.વી.પટેલે જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વર્ષો જૂની પાણીની પાઇપ લાઇનોના કારણે શહેરીજનોને ભોગવવી પડતી પાણીની મુશ્કેલીને ધ્યાને રાખી વિવિધ ગ્રાન્ટોમાંથી હાલમાં કેટલાક વિસ્તારોમાં નવીન પાણીની પાઇપલાઇન ફિટ કરવાની પાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. ત્યારે શહેરના વધુ 32 વિસ્તારોમાં નવીન પાઇપની કામગીરીને લઇ 25 લાખની ગ્રાન્ટ ફાળવાઇ છે.

પાણીની સુવિધા વધે તે માટે પાલિકાએ વિકેન્દ્રીત જિલ્લા આયોજન વિધેયકની પ્રોત્સાહક જોગવાઇની ગ્રાન્ટમાંથી રૂ.25 લાખની રકમ ફાળવી હોઇ વિસ્તારોમાં નવીન પાણીની પાઇપલાઇન નાખવા માટે ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા દ્વારા કામગીરી સોંપવામાં આવશે.

પાઇપલાઇન બદલવાથી પૂરતા ફોર્સથી પાણી મળશે

અન્ય સમાચારો પણ છે...