તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉ.ગુજરાતમાં તાપમાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉ.ગુજરાત ફરી ગરમીના સકંજામાં પાટણ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ

ઉત્તરગુજરાત સોમવારે ફરીથી ગરમીના સંકજામાં સપડાયુ હોય તેમ સવારથી પ્રજાને ગરમીના કહેરનો અનુભવ થયો હતો. દિવસ દરમ્યાન પાટણ જિલ્લો 42 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ રહ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં સોમવારનો દિવસ અસહ્ય ગરમી અને ઉકળાટ ભરેલો રહેતાં પ્રજા માટે ત્રાસદાયક રહ્યો હતો. જે અંતર્ગત સવારથી ગરમી સાથે ઉકળાટનો કહેર જોવા મળ્યો હતો. એક તરફ અસહ્ય ગરમીથી શરીર બળવાનો અને બીજી તરફ ભારે ઉકળાટને લઇ શરીર ચીપચીપુ થવાને કારણે ઉત્તર ગુજરાતવાસીઓને બેવડી મુશ્કેલીઓ સામનો કરવાનો વારો આવ્યો હતો. દિવસ દરમ્યાન ઘર અને ઓફિસોમાં ચાલતા પંખા પણ ગરમીથી છુટકારો આપવામાં અસમર્થ રહ્યા હતા. જો કે, પાટણમાં 42 અને બનાસકાંઠામાં 41.2 ડિગ્રી તાપમાન રહેતાં પ્રજાને ગરમીનો વધુ સામનો કરવાનો વારો આવ્યો હતો. ઉકળાટે લોકોને પરેશાન કરી મુક્યા હતા.

અસહ્ય ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણથી રહીશો ત્રસ્ત

ઘર-ઓફિસોમાં પંખા પણ ગરમીથી છુટકારો આપવામાં અસમર્થ

જિલ્લો મહત્તમ લઘુત્તમ

પાટણ 42.0 ડિગ્રી 30 ડિગ્રી

મહેસાણા 40.0 ડિગ્રી 29 ડિગ્રી

બનાસકાંઠા 41.2 ડિગ્રી 28 ડિગ્રી

સાબરકાંઠા 40.0 ડિગ્રી 29 ડિગ્રી

અરવલ્લી 39.0 ડિગ્રી 28 ડિગ્રી

અન્ય સમાચારો પણ છે...