• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ખોડાણા અને ઉમરૂ ચોકડી સિદ્વપુરથી જુગાર રમતાં 15 શકુનિઓ ઝડપાયા

ખોડાણા અને ઉમરૂ ચોકડી સિદ્વપુરથી જુગાર રમતાં 15 શકુનિઓ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણજિલ્લામાં ખોડાણા અને ઉમરૂ ચોકડી સિદ્ધપુર ખાતે ચાલતા જુગારધામ પર પોલીસે રેડ કરીને રોકડ મોબાઇલ બાઇક મળીને રૂ.71,890ના મુદ્દામાલ સાથે 15 શકુનિઓ ઝડપી પાડ્યા હતા.

સિદ્ધપુરના ઉમરુ ચોકડી ગોગલાસણ જતા રોડ પર હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે કાકોશી પોલીસે મંગળવારે રેડ કરતા જુગાર સાહિત્ય સાથે રોકડ રકમ રૂ.15,550 ના મુદ્દામાલ સાથે 7 શખ્સો ઝડપાયા હતા.

જ્યારે સરસ્વતી તાલુકાના ખોડાણાથી ઉંટવાડા તરફ જતી દાંતીવાડા કેનાલની શાખાની સાઇડમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી વાગડોદ પોલીસ મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરતા જુગાર સાહિત્ય રોકડા રૂ. 9,470 અને મોબાઇલ નં 3 રૂ.1,200 અને મોટરસાયકલ બે રૂ.45,670 ના મુદ્દામાલ સાથે આઠ શખ્સોને પડી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...