• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • તહેવારો ઉજવવા સફાઇ કામદારોની રજૂઆત બાદ પાલિકાનો નિર્ણય

તહેવારો ઉજવવા સફાઇ કામદારોની રજૂઆત બાદ પાલિકાનો નિર્ણય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણના સફાઇ કામદારો દ્વારા શ્રાવણ માસને અનુલક્ષી પગાર તેમજ એડવાન્સ રકમ ચુકવણી કરવા પાલિકા પ્રમુખ સમક્ષ કરાયેલ રજુઆતના પગલે બુધવારે પાલિકા પ્રમુખ અને ચિફ ઓફીસર દ્વારા પાલિકાના હંગામી સફાઇ કામદારોનો પગાર અને કાયમી સફાઇ કામદારોને રૂ. 5,000 એડવાન્સ રકમ આપવાનું નક્કી કરાયું હતું. જેને પગલે સફાઇ કામદારોમાં ખુશીની લહેર દોડી હતી.

પાટણ નગરને સ્વચ્છ બનાવવા તનતોડ મહેનત કરતા પાલિકાના સફાઇ કામદારોના પરિવારોને શ્રાવણ માસના તહેવારો સારી રીતે ઉજવી શકે તે માટે મંગળવારે પાલિકા પ્રમુખ અલકાબેન પટેલ સમક્ષ રજુઆત કરાઇ હતી. બુધવારે મહત્વનો નિર્ણય લેવાતાં સફાઇ કામદારોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...