તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ યાર્ડની અંતિમ મતદાર યાદી જાહેર, 2 મત ઉમેરાયા

પાટણ યાર્ડની અંતિમ મતદાર યાદી જાહેર, 2 મત ઉમેરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાર્કેટયાર્ડની ચૂંટણી માટે બીજી મતદાર યાદીમાંથી વેપારીના 49 મત રદ કરાતાં મત રાજકિય ઇશારે રદ કરાયાના આક્ષેપો થયા હતા અને વેપારીઓએ મતો રદ કરવાની સામે વાંધા પણ રજૂ કર્યા હતા. દરમિયાન સોમવારે ફાઇનલ ત્રીજી મતદાર યાદી જાહેર થતાં તેમા રદ થયેલા 49 મત પૈકી 2 વેપારીના મતનો ફરીથી સમાવેશ કરાયો છે. બાકીના 47 મતો વાંધા હોવા છતાં રદ રખાયાં છે.

માર્કેટયાર્ડના ડિરેકટર્સની ખાલી પડેલી 14 બેઠકો માટેની 26 જુલાઇના રોજ ચૂંટણી યોજાવાની છે. જેમાં બીજી મતદાર યાદીમાં વેપારી મતદાર વિભાગમાંથી ચૂંટણી અધિકારીએ માર્કેટ શેષ ભરવાના કારણ હેઠળ 49 વેપારીના મત રદ કરી દીધા હતા. તેની સામે વેપારીઓએ વાંધા રજૂ કર્યા બાદ સોમવારે આખરી મતદાર યાદી જાહેર કરાઇ હતી. જેમાં વાંધા સૂચનો ધ્યાને લઇને 2 વેપારીઓના મતોનો ઉમેરો કરાયો છે. બાકીના ફાઇનલ યાદીમાં પણ રદ રાખવામાં આવતા વેપારીઓમાં અસંતોષ ફેલાયો છે. ફાઇનલ યાદીમાં વેપારી મતદાર વિભાગમાં 526, ખેડૂત મતદાર વિભાગમાં 391 અને ખરીદ વેચાણ વિભાગમાં 222 મતો માન્ય રખાયા છે.

હોબાળો બાદ પણ 47 મત રદ રહ્યા

અન્ય સમાચારો પણ છે...