તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં 2 દુકાન, 1 પાન પાર્લર અને જોગણી માતા મંદિરનાં તાળાં તૂટયાં

પાટણમાં 2 દુકાન, 1 પાન પાર્લર અને જોગણી માતા મંદિરનાં તાળાં તૂટયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનાટેલિફોન એક્ષચેન્જ રોડ પર આવેલી 2 દુકાનો, પાનનો ગલ્લો અને જોગણી માતાજીના મંદિરને રવિવારે રાત્રે તસ્કરો નિશાન બનાવ્યા હતા. જેમાં રૂ.25 હજારની મત્તાની ચોરી થઇ હોવાની બી ડિવિઝન પોલીસ મથકમાં સોમવારે કિરાણાના વેપારીએ લેખિતમાં અરજી આપતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

શહેરના ટેલિફોન એક્ષચેન્જ રોડ પર કેનાલ પાસેના ચાર રસ્તા નજીક આવેલી અનિલ પટેલના ઉમિયા કિરાણા સ્ટોર્સના શટરનું એક સાઇડનું તાળું તોડી દુકાનમાંથી પાંચ લિટર તેલના પ્લાસ્ટીકના બે ટીન કિ.1000, 1 કિલો કાજુ-બદામ, 500 ગ્રામ ચા, 500 ગ્રામ એલચી, રોકડ રકમ રૂ.2000 અને પરચુરણ રૂ.12 હજાર મળી રૂ.20 હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. ચાર રસ્તા પાસે જગદીશ પ્રજાપતિના પાનના ગલ્લામાંથી રોકડ સહિત રૂ.5 હજારની ચોરી થઇ હતી. રોડ ઉપર પટેલ આઇસ્ક્રીમના બંધ શટરનાં તાળાં તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો. માર્ગ ઉપર જોગણી માતાના મંદિરમાંથી ફરીથી ચોરી થઇ હતી, જેમાં ચાંદીના છતર અને પરચુરણ તસ્કરો લઇ ગયા હતા.

મામલે ઉમિયા કિરાણા સ્ટોરના માલિક અનીલ પટેલે બી ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં અરજી આપતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવવા માંગ કરાઇ છે.

અંદાજે 25 હજારની મતા ચોરાઇ, રાત્રિ પેટ્રોલિંગ વધારવા માંગ

અન્ય સમાચારો પણ છે...