તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • વીમાબોનસના નામે 22 લાખનો ચૂનો લગાવનારી મહિલા ઝડપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીમાબોનસના નામે 22 લાખનો ચૂનો લગાવનારી મહિલા ઝડપાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણનાતબીબને પાકેલી વીમા પોલીસી સાથે બોનસ પેટે રૂ.50 લાખ આપવાની લાલચ આપીને તેમની પાસેથી પ્રોસેસીંગ ફિના બહાને રૂ.22 લાખ ઉપરાંતની છેતરપિંડી કરવાની ઘટનામાં પાટણ એસઓજી પોલીસે મૂળ મધ્યપ્રદેશની એક યુવતીની ધરપકડ કરીને બુધવારે પાટણ કોર્ટમાં રજુકરતાં કોર્ટે તેનાં પાંચ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પાટણ શહેરનાં રળિયાત નગરમાં રહેતા ડો.મોહનભાઇ પટેલને એલઆઇસીમાં એક વીમા પોલીસી ચાલતી હતી જે પોલીસી એક વર્ષ અગાઉ પાકી હતી જેમાં તેમને રૂ.50 લાખ મળ્યા હતા. ત્યારબાદ તેઓના મોબાઇલ પર એલઆઇસી ઓફિસનાં નામે ફોન આવ્યો હતો કે તમારી જુની એલઆઇસીની વીમા પોલીસી પાકી હતી તેમાં આરબીઆઇ હેઠળ બોનસ પેટે વધારાના રૂ.50 લાખ જમા થયા છે. બોનસનાં રૂપિયા મેળવવા માટે પ્રોસેસીંગ ફી પેટે આરબીઆઇના નામે રૂ.20819 જમા કરાવવા પડશે તેવું જણાવ્યું હતું. થોડા દિવસ ફરીથી ફોન આવ્યો હતો જેમાં તેમણે તબીબ સાથે વીમા પોલીસી નંબરની વિગતો આપીને વાત કરતાં તબીબને તે વાતો સાચી જણાઇ હતી આમ શખ્સોએ તબીબને વિશ્વાસમાં લઇ બોનસની ફાઇલ આગળ ચલાવવા, ઇન્કમટેક્ષભરવા, કોડનંબર લેવા જેવાં હેતુથી તબીબ પાસેથી છળકપટથી કુલ રૂ. 22.44 લાખ વિવિધ બેન્કોમાં ચેકથી જમા કરાવડાવ્યા હતા અને તે કેશ કરી લઇ તેમની સાથે છેતરપંીડીકરી હતી.

ઘટનામાં એસઓજી પીએસઆઇ એસ.એસ.દેસાઇ અને રાઇટર અરજણભાઇ તેમજ અબ્બાસભાઇએ ખૂબ મધ્યપ્રદેશનાં કામલીગેટ મેરઠની અને હાલ ન્યુ અશોકનગર નોઇડા ખાતે રહેતી 32 વર્ષિય યુવતી સાયમાખાન અબ્દુલ ગફાર ઉર્ફે શિવાની ઠાકુર મુસલમાન (રાજપુત) ની અટકાયત કરવામાં આવી છે. સાયમાખાનને બુધવારે પાટણની કોર્ટમાં રજુ કરીને વધુ તપાસમાટે 10 દિવસનાં રીમાન્ડની માગણી કરતાં કોર્ટે સરકારી વકીલ એમ.આઇ. શેખની દલીલો બાદ પાંચ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

યુવતીનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ થશે

પકડાયેલ યુવતી સાયમાખાને ડો.મોહનભાઇ પટેલ સાથે ફોન પર વાત કરી હોવાથી તેનો અવાજ મેચ કરવા માટે પોલીસ તેનો વૈજ્ઞાનિક ઢબે વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવશે. યુવતી સહિત અન્ય શખ્સોએ દિલ્હી ગાઝીયાબાદ મેરઠ અને નોઇડા સહિત જુદા જુદા સ્થળોએથી ફોન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો