તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુરમાં મહિલાની સોનાની ચેનની ખેંચાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણમાંતાજેતરમાં ચેન સ્નેચીંગના કિસ્સા બંધ થતાં પોલીસે હળવાશ અનુભવી હતી. પણ હવે નાના સેન્ટરોમાં પણ આવી ઘટનાઓ બનવા લાગી છે. આવા એક કિસ્સામાં રાધનપુ઼રમાં એક મહિલા પસાર થઇ રહયા હતા ત્યારે તેમની ચેન અજાણ્યા બાઇકસવાર યુવાનો ઝૂંટવી ફરાર થઇ ગયાની ઘટના પ્રકાશમાં આવી છે.

રાધનપુર ખાતે અંબિકાનગર સોસાયટીમાં વિભાગ-2માં રહેતા સમી તાલુકાના જોરાવરપુરા ગામનાં કાશીબેન ચેલાભાઇ ચૌધરી (43) સોમવારે સવારે તેમની સોસાયટીના નાકા પાસેથી પસાર થઇ રહયા હતાં ત્યારે તેમણે ગળામાં પહેરેલી સોનાની ચેન 15 ગ્રામ વજનની રૂ.9300ની બે શખસો મોટર સાઇકલ ઉપર આવી ઝૂંટ મારીને આંચકી ફરાર થઇ ગયા હતા. જે અંગે તેમણે મંગળવારે રાધનપુર પોલીસ મથકે બે બાઇક ચાલકો વિરૂધ્ધમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એમ.એન.દવે તેની તપાસ ચલાવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો