તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • સુવર્ણ કસોટીથી શુદ્વ થાય આત્મા તપથી ચોખ્ખો થાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવર્ણ કસોટીથી શુદ્વ થાય આત્મા તપથી ચોખ્ખો થાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અનાદિકાળથી આત્મામાં અનેક પ્રકારના અવગુણો ઠાંસી ઠાંસીને ભરાયેલા છે. જયારે જયારે યોગ્ય તક મળી જાય સારી સંગત મળી જાય ત્યારે એમાંથી કંઇક દોષો દુર થતા રહે છે. ખાણમાંથી નીકળતું કાચુ સોનું કસોટીના પત્થરથી ઘસવામાં આવે એટલે ચોખ્ખુ બનતુ હોય છે. રીતે મલિન આત્માને, દોષોથી વ્યાપ્ત આત્માને શુદ્વ કરવાનું કામ તપ કરવા સમર્થ છે. તપનો અગ્નિ દોષોથી ખદબદતા આત્માને સાફ કરે છે તેમ પાટણની પોષધશાળામાં બિરાજમાન જૈનાચાર્ય પૂર્ણચન્દ્ર સુરીશ્વરજી તથા જૈનાચાર્ય યુગચન્દ્ર સુરીશ્વરજીએ જણાવ્યું હતું.

ચાતુમાર્સની ધર્મ મોસમમાં દાન-શીલ-તપ અને ભાવ ચારેય પ્રકારના અનુષ્ઠાનોમાં અંતરથી જોડાઇ જવું જોઇએ જેથી ચોમાસું સફળ બન્યા વિના રહે સાચો વેપારી કમાણીની સીઝનમાં હરવું ફરવુ મોજ મસ્તી ખાવું પીવું બધું ભુલી જઇને ગૌણ કરીને માત્ર ધંધા પર ધ્યાન આપતો હોય છે તેજ રીતે આત્માની કમાણી જેને સારી અને સાચી લાગતી હોય તેણે સંસારના બધાજ વ્યવહારો વ્યાપારો ભુલી જઇને એક માત્ર ધર્મ સાધનામાં એકતાન બનવું જોઇએ. વિભાવમાંથી સ્વભાવ તરફ લઇ જવાનો શ્રેષ્ઠ રાજમાર્ગ ધર્મ છે.

આત્માને કર્મથી મુક્ત કરવાની શક્તિ એકમાત્ર ધર્મ પાસે રહેલી છે. આવા ટંકશાળી વચનો પાટણની પોષધશાળામાં બિરાજમાન જૈનાચાર્ય પૂર્ણચન્દ્ર સુરીશ્વરજી તથા જૈનાચાર્ય યુગચન્દ્ર સુરીશ્વરજીએ ફરમાવ્યા હતા. દરરોજ સવારે 9:45 થી 10:45 નો ધર્મશ્રવણનો અદ્દભુત અવસર પાટણની ધર્મપ્રેમી જનતાના પુણ્યે પ્રાપ્ત થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો