તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ નજીકથી ટાયર વિનાની ટ્રક બિનવારસી હાલતમાં મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ નજીકથી ટાયર વિનાની ટ્રક બિનવારસી હાલતમાં મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામથીમાલ ઉતારવા અને ભરવા માટે પાટણ તરફ આવેલી અેક ટ્રક તેના ટાયરો કાઢી લીધેલી હાલતમાં પાટણ તાલુકાના ભૂતિયાવાસણા પાસેથી મળી આવતાં તેના ચાલક સામે ચોરીનો ગુનો નોધાયો છે.

ગાંધીધામના રહીશ ટ્રક માલિક આહીર (યાદવ) રાજેશભાઇ કાનાભાઇ અશોક લેલન ટ્રક (જીજે 12 બીટી 7696)માં કંડલાથી કોલસો ભરી તેમના ચાલક રાજસ્થાનના મોટા ઇટોદા ચોટણના હરીજન અંબારામ દેવરામ હિંમતનગર ખાતે ગયા હતા અને સોમવારે સાંજે ખાલી કરી હતી. તેઓને ત્યાંથી માલ ભરવા માટે કાણોદર જવાનું હતું પરંતુ ચાલક ગાડી લઇને કાણોદર ગયા નહોતા બાદમાં ટ્રક પાટણ તાલુકાના ભૂતિયાવાસણા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ટાયરો વગરની હાલતમાં મળી આવી હતી.જેના આગળના ભાગે ઝેક ચડાવેલ તેમજ પાછળ ટ્રોલીના નીચે પથ્થરો મૂકેલા હતા. ગાડીના અને ટ્રોલીના 10 નંગ ટાયર વ્હીલ પ્લેટ સાથે ચોરી થયા હતા.આ ઉપરાંત બેટરી,તાડપત્રી,નટ બોલ્ટ,વ્હીલપાનુંઅને 200 લીટર ડીઝલ મળી રૂ.303000ની મતાની ચીજોની ચોરી થવા પામી હતી.આ ઘટના અંગે પાટણ તાલુકા પોલીસ સ્ટેશને ટ્રક માલિકે ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

ચોરાયેલી ચીજવસ્તુઓ

{ટાયર નંગ-10 રૂ.2,50,000

{ બે બેટરી રૂ.18,000

{ તાડપત્રી અેક રસ્સો રૂ.15,000

{ વ્હીલ પાનુ ઝેક કિ.રૂ.2,000

{ ટાયરના નટ બોલ્ટ કિ.રૂ.6,000

{ ડીઝલ 200 લિટર રૂ.12,000

ગાંધીધામથી કોલસો ભરી હિંમતનગર નીકળી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો