Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણામાં વેટ વિભાગ સાત જગ્યાએ રેડ કરી
મહેસાણાવેટ ડિવીઝનને વડી કચેરીએથી આપવામા આવેલી રેડમા તપાસ કાર્યવાહી કરતા વેટ અધિકારીઓને બે વેપારીઓને ત્યાંથી કંઇ મળતા પરત ફરવુ પડ્યુ હતુ જ્યારે એક વેપારીને ત્યાંથી રૂ.1.65લાખની રિકવરી કરવામા આવી છે. જ્યારે 4વેપારીઓને ત્યાં હજુપણ તપાસ ચાલુ છે. રાજ્યની વડી કચેરીને પોતાના સંશોધનમા કુલ સાત વેપારીઓના રેકર્ડ પર શંક જતા વધુ વિગતોની તપાસ કરવા ડિવીઝનને કહેવામા આવ્યુ હતુ.
રાજય વેટ એકમની મહેસાણા ડિવીઝન કચેરીને મંગળવારે રાજ્ય વડી કચેરી દ્રારા કુલ 7વેપારીઓને ત્યાં તપાસ કાર્યવાહી કરવા કહેવામા આવ્યુ હતુ. તમામ વેપારીઓના રેકર્ડમા ખામી કે વિસંગતતા ધ્યાને આવતા શંકાના સમાધાનને લઇ તપાસ આરંભાઇ છે ત્યારે ડિવીઝનના કુલ 7પૈકી 2 વેપારીઓ(દેવ ઇમ્પેક્ષ, મહેસાણા અને આર.પી ટ્રેડિંગ ઉંઝા)પાસેથી કંઇ મળ્યુ નથી.
જ્યારે કુકરવાડાના શ્રીરામ સ્ક્રેપને ત્યાંથી રૂ.1લાખ 65હજારની રિકવરી કરવામા વેટ અધિકારીઓને સફળતા મળી છે. તો બાજુ હજુપણ 4 વેપારીઓને ત્યાં તપાસ કાર્યવાહી ચાલી રહી છે. ડિવીઝનની કુલ 7રેડમા ખુદ અધિકારીઓએ કંઇ ખાસ વેટચોરી પકડાવાની સંભાવનાને નકારી કાઢી હતી કેમકે સાતેય તપાસ નાના વેપારીઓની અને માત્ર રેકર્ડની ખામીને કારણે આપવામા આવી છે, નહિ કે વેટચોરીની ફરિયાદનેે પગલે કરવામાં આવી છે.
ક્યાં તપાસ ચાલુ છે
-મહેસાણાજિલ્લામા 2 સ્થળો
-બનાસકાંઠા જિલ્લામા 1 સ્થળે
-પાટણ જિલ્લામા 1 સ્થળે