• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • મહિલાઓ પર થતાં અત્યાચારો અટકાવવા કાયદામાં વિશેષ જોગવાઇઓ છે : ગઢવી

મહિલાઓ પર થતાં અત્યાચારો અટકાવવા કાયદામાં વિશેષ જોગવાઇઓ છે : ગઢવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીલાસશકિતકરણ પખવાડિયાની ઉજવણી અંતગર્ત પાટણ આંબેડકર હોલ ખાતે શુક્રવારના રોજ નારી અદાલત પાટણ આયોજિત સમતા કમીટી કાનુની તાલીમ શિબીરનું આયોજન કરવામાં આવેલ હતું.

પ્રસંગે કાનુની સેવાસતા મંડળના સેક્રેટરી ગઢવીએ મહિલાઓ ઉપરના અત્યાચારને લઇ બનેલા કાયદાની વિશેષ જાણકારી પ્રદાન કરી હતી. જ્યારે દશેજ પ્રતિબંધ અધિકારના મેધાબેન ગોસ્વામીએ પરણીતાઓ પાસે કરાતી દહેજની માંગને લઇ કરાતા અત્યાચારો સામે મહિલાઓમાં જાગૃતતા લાવવાની વાત દોહરાવી હતી. જ્યારે બાળ સુરક્ષા અધિકારી કેતન પ્રજાપતિએ નાની વયે બાળકો પાસે કરાવાની મંજુરી કાયદેસર ગુનો બનતો હોવાનું જણાવ્યુ હતું. મહિલા એડવોકેટ જ્યોત્સનાબેન નાથે કાયદા વિશેની સુંદર જાણકારી આપી હતી.

આંબેડકર હોલ ખાતે યોજાયેલ કાનુની તાલીમ શિબિરમાં જિલ્લાના 9 તાલુકામાંથી કોડીનેટરો જિલ્લા હિસાબી અધિકારી સહિત મહિલાઓ ઉપસ્થિત રહિ હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જિલ્લા કોર્ડીનેટર નારી અદાલતના ઉર્મિલાબેન સાધુએ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...