• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • યુનિ.ધ્વારા સૌ પ્રથમવાર સેન્ટ્રલ ઓબઝર્વ સિસ્ટમ લાગુ કરાઇ

યુનિ.ધ્વારા સૌ પ્રથમવાર સેન્ટ્રલ ઓબઝર્વ સિસ્ટમ લાગુ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિ સંલગ્ન કોલેજોની સેમેસ્ટર 4 અને 6 ની તમામ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ 31 મી માર્ચથી થઇ રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષ સૌ પ્રથમવાર સેન્ટ્રલ ઓર્બઝવેશન સીસ્ટમ લાગુ કરવામાં આવી છે. જેના કારણે રોજે રોજની પરીક્ષાની ઉત્તરવહિઓ સાંજે યુનિવર્સિટી કેન્દ્ર ઉપર આવી જશે અને વિષયવાર તેનું મૂલ્યાંકન કાર્ય પણ ઝડપી હાથ ધરી સમયસર પરીણામો જાહેર કરાશે તેવું પરીક્ષા નિયામક દેલીયાએ જણાવ્યુ હતું.

યુનિ ધ્વારા આજથી શરૂ થઇ રહેલી સ્નાતક કક્ષાની પરીક્ષાઓની વિસ્તૃત માહિતી આપતા મિત્તુલ દેલીયાએ જણાવ્યુ હતું કે કુલ 169 કેન્દ્રો ઉપર 90,000 જેટલા વિદ્યાર્થીઅો 44 જેટલી પરીક્ષા આપશે.

અન્ય સમાચારો પણ છે...