• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં નારસુંગાવીર દાદાનો ત્રિવિધ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરાશે

પાટણમાં નારસુંગાવીર દાદાનો ત્રિવિધ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરના ખાલકપરાથી સિધ્ધી સરોવર તરફ જવાના માર્ગે આવેલા નારસુંગાવીર દાદાના મંદિર પરીસર ખાતે 30 મી માર્ચથી 2 એપ્રીલ સુધી હોમાત્મક મહારૂદ્ર યજ્ઞ તથા રમેલ જાતર જેવા ધાર્મિક ઉત્સવોનું આયોજન ભક્ત મંડળના સહયોગથી કરવામાં આવેલ છે.

શ્રી નારસુગા વીર દાદાના મંદિર ખાતે આયોજિત ધાર્મિક ઉત્સવમાં પાટણના વિદ્વાન આચાર્ય વેદપાઠી ભૂપેન્દ્રભાઇ સહિતના ભૂદેવો મંત્રોચ્ચાર કરી મહારૂદ્રયજ્ઞ મહોત્સવનો પ્રારંભ કરાવશે. મંદિરના ભૂવાજી દિનેશભાઇ નાનાલાલ પટેલ તેમજ સાહિલ દિનેશભાઇ પટેલ સહિત ભક્ત મંડળના સેવકો દ્વારા ધાર્મિક ઉત્સવને લઇ તડામાર તૈયારી કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...