• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાલિકા પ્રમુખે બાગી સભ્યોને શુભેચ્છા આપી : તમે બધા સતત પ્રગતિ કરતા રહો

પાલિકા પ્રમુખે બાગી સભ્યોને શુભેચ્છા આપી : તમે બધા સતત પ્રગતિ કરતા રહો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં ડસ્ટલેસ પથની કામગીરીનું ખાતમુર્હુત કરાયુ

પાટણશહેરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ રૂ. 21 લાખની ગ્રાન્ટમાંથી સિદ્વપુર ચાર રસ્તાથી બગવાડા દરવાજા સુધીના માર્ગની બંન્ને સાઇડે ડસ્ટલેસ પથની કામગીરીનું ખાતમુર્હુત પાલિકા પ્રમુખ જાગૃતિબેન પટેલના વરદ્દ હસ્તે ગુરૂવારની સવારે કરવામાં આવ્યુ હતું.

તેઓએ ખાત મુર્હુત પ્રસંગે ઉપસ્થિત રહેલા અને તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત કરનારા હાજર કોંગ્રેસના કોર્પોરેટરોને વ્યક્તિગત પ્રગતિ કરતા રહો તેવી માર્મીક શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે પક્ષના આદેશને લઇ તેમણે જે કંઇ કર્યું તે બરાબર હતું તેમ સ્પષ્ટ કહયું હતું. પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ દિનેશ પટ્ટણી, પક્ષના નેતા મહેન્દ્ર પટેલ, મુકેશ પટેલ, ભરત ભાટિયા, અતુલ પટેલ, મધુભાઇ પટેલ, અલ્કેશભાઇ દેસાઇ સહિત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...