પાટણ પાલિકાના પ્રમુખને કર્મીઓએ વિદાય આપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અવિશ્વાસનીદરખાસ્ત મંજુર થતા પાટણ પાલિકા પ્રમુખ પદનો કાર્યભાર જાગૃતિબેન પટેલ ધ્વારા ગુરૂવારની સાંજે વિધિસર પાલિકાના ચિફ ઓફિસરને સુપ્રત કરી પાલિકાના કર્મચારીઓ ધ્વારા મળેલ સહકાર બદલ આભાર દર્શન કાર્યક્રમ પાલિકાના સભા ખંડ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં તેઓ કર્મીઓનો આભાર પ્રકટ કરતાં રડી પડ્યા હતા.

પાલિકા પ્રમુખ જાગૃતિબેન પટેલે અશ્રુભીની આંખે પાલિકાના તમામ કર્મચારીઓ તરફથી મળેલ પ્રેમ હુફ અને લાગણી સભર સહકારની પ્રસંસા કરી તેઓનાથી કોઇનું દિલ દુભાયું હોયતો ક્ષમા યાચના કરી હતી. કાર્યક્રમમાં પાલિકાના ચિફ ઓફિસર આર.એચ.પટેલ તેમજ ઓએસ.જય રામીએ પ્રમુખ જાગૃતિબેન પટેલને પોતાના પરીવારના સભ્ય તરીકે સાથે રાખી કામ કરવાની આગવી કુનેહને સરાહનિય લેખાવી ભવિષ્યમાં જયાં પણ પાલિકાના તંત્રની જરૂર પડે સહયોગની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...