• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • શૌચાલય કૌભાંડ : 13 કર્મીઓને નોકરીમાંથી પાણીચું

શૌચાલય કૌભાંડ : 13 કર્મીઓને નોકરીમાંથી પાણીચું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણજિલ્લામાં સ્વચ્છ ભારત મીશન અંતર્ગત બનાવવામાં આવેલા શૌચાલયોમાં થયેલા કૌભાંડના મામલામાં જિલ્લા ગ્રામ વિકાસ એજેન્સીના 13 કર્મીઓને તંત્ર દ્વારા નોકરીમાંથી ઘરભેગા કરી દેવાયા છે. જ્યારે ચાર ગામોના તલાટીકમ મંત્રીઓને ફરજ પ્રત્યેની ગંભીર નિષ્કાળજી અને બેદરકારી બદલ નોટીસો ફટકારાઈ છે. તેવૂં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દિનેશભાઇ પરમારે જણાવ્યુ હતું.

જિલ્લાના 9 તાલુકાઓના બે-બે ગામોમાં તંત્રએ ટીમો મોકલીને શૌચાલયની ગુણવત્તા સહિતની કામગીરીની તપાસ કરાતા ચાણસ્મા હારીજ સમી અને શંખેશ્વર તાલુકાઓમાં શૌચાલયોમાં કૌભાંડ પકડાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...