• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • બસો જીઇબી, ગાયત્રી, સુભાષચોક થઇને રાબેતા મુજબના રૂટ પરથીજ ચાલશે

બસો જીઇબી, ગાયત્રી, સુભાષચોક થઇને રાબેતા મુજબના રૂટ પરથીજ ચાલશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણબસસ્ટેશન અને ડેપોમાં સુભાષચોક થઇ આવતી બસોનો રૂટ બદલી યુનિવર્સિટી થઇ હાઇવેનો કરવા કલેકટરની સુચના આધારે વિભાગીય નિયામક દ્વારા હુકમથી શરુ કરાતાં જુના રૂટમાં આવતી સોસાયટીઓના રહિશો અને અગ્રણીઓ દ્વારા વિરોધ દર્શાવી વિભાગીય નિયામક સાથે ટેલીફોનીક વાતાઘાટો કરતાં છેવટે વિભાગીય નિયામકના પરીપત્રનો અમલ સ્થગીત કરી દેવાયો છે.

પાટણ ડેપોમાં સોમવારે વિભાગીય નિયામક કચેરી દ્વારા પાટણ ડેપોથી ઉપડતી બસોને આદર્શ રોડથી યુનિવર્સિટી, ટીબી ત્રણ રસ્તા, સિદ્વપુર ચોકડી ઓવરબ્રિજ પરથી લીલીવાડી પદ્મનાથ થઇને ચલાવવા જણાવાયું હતું. તેના પગલે જુના રૂટમાં આવતી 105 સોસાયટીઓના રહિશોમાં કચવાટ ઉભો થયો હતો. વિસ્તારના વોર્ડ 6,7 અને 11 ના ભાજપના અગ્રણીઓ હેમંત તન્ના, કિશોર મહેશ્વરી, સતિષભાઇ ઠકકરએ વિભાગીય નિયામકને ટેલીફોનીક વાતચીત કરતાં વિભાગીય નિયામકે કરેલ હુકમને હાલ પુરતો સ્થગીત કરવા પાટણ ડેપો મેનેજરને ટેલીફોનથી સુચના આપવામાં આવી છે. સુભાષચોક, આનંદ સરોવર, ગાયત્રી મંદિર અને જીઇબી પરથી બસ વહેવાર રાબેતા મુજબ ચાલુ રહેશે તેવું વિભાગીય નિયામકના આદેશ મુજબ પાટણ ડેપો મેનેજર જાગૃતિબેન પટેલે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...