ખોરસમ-સમીમાંથી જુગાર રમતા 19 શકુનિઓ પકડાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્માતાલુકાના ખોરસમ અને સમીમાં ચાલતાં જુગારધામ પર પોલીસે બાતમી આધારે છાપો મારીને 19 શકુનિઓને શ્રાવણીયો જુગાર રમતા પકડી પાડ્યાં હતા. જેમાં ખોરસમમાંથી 12 અને સમીમાંથી સાત શખ્સો પકડાયા હતાં.

ખોરસમ ગામમાં સિપાઇ વાસમાં ઇલેકટ્રીક સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લેઆમ જુગાર રમાતો હોવાની ચાણસ્મા પોલીસને બાતમી મળતાં ઇન્ચાર્જ પીઆઇ એ.ટી.પટેલેની ટીમે બાતમી આધારે રેડ કરીને જુગાર રમતાં 12 શકુનિઓને રોકડ રૂ.14,470 અને મોબાઇલ મળી કુલ રૂ.21,970ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતાં.

જ્યારે સમી બજારમાં ચેતન બાબુલાલ કંસારાના ઘરના ધાબા ઉપર જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસની ટીમે બાતમી આધારે રેડ કરીને સાત શકુનિઓને રૂ.21,610ની રોકડ અને આઠ મોબાઇલ મળી રૂ.27,110ના મુદ્દામાલ સાથે પકડીપાડ્યા હતા.તમામ સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી તેવું પોલીસે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...